Home /News /india /

ત્રણ તલાક આપવા પર હવે થશે સજા, મોદી સરકારે વટહુકમને આપી મંજૂરી

ત્રણ તલાક આપવા પર હવે થશે સજા, મોદી સરકારે વટહુકમને આપી મંજૂરી

પ્રતિકાત્મક તસવીર

આ વટહુકમમાં મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરેજ એક્ટ જેવી જ જોગવાઈ હશે. આ બિલને ગત વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં પાસ કરવામાં આવ્યું હતું.

    નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ત્રણ તલાકને દંડપાત્ર ગુનો ગણાવતા વટહુકમને પાસ કરી દીધો છે. ત્રણ તલાક અંગે બિલને સંસદના ઉપલા ગૃહમાં પાસ કરાવવામાં નિષ્ફળ રહેલી સરકારે આ અંગે વટહુકમને રસ્તો પસંદ કર્યો છે.

    આ વટહુકમમાં મુસ્લિમ વિમેન પ્રોટેક્શન ઓફ રાઇટ્સ ઓન મેરિજ એક્ટ જેવી જ જોગવાઈ હશે. આ બિલને ગત વર્ષે ડિસેમ્બરમાં લોકસભામાં પસાર કરવામાં આવ્યું હતું. પરંતુ રાજ્ય સભામાં સરકાર પાસે બહુમતી ન હોવાથી બિલ પર ચર્ચા પણ થઈ શકી ન હતી.

    રાજ્યસભામાં નથી પસાર થયું બિલ

    મોદી સરકારે ભલે વટહુકમને મંજૂરી આપી દીધી હોય પરંતુ આને સંસદમાં પાસ કરાવવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 2017માં નિર્ણય આપ્યો હતો કે વટહુકમ લાવવાની શક્તિ કાયદો બનાવવા માટે સમાંતર તાકાત જેટલી નથી. કોર્ટે કહ્યું હતું કે કોઈ બિલ પાસ ન થાય ત્યારે તે અંગે વટહુકમ લાવવો કાયદા સાથે દગો છે એટલે આની મંજૂરી ન આપી શકાય.

    આ સાથે વાંચો- ત્રિપલ તલાકની સાથે જાણો શું છે 'હલાલા' 'હુલ્લા' અને 'ખુલા' ?

    ત્રિપલ તલાક બિલનો રાજ્યસભામાં ખૂબ વિરોધ થયો હતો. વિપક્ષના નેતાઓએ માંગણી કરી હતી કે આ બિલને ચકાસણી માટે સંસદીય સમિતિને મોકલવામાં આવે. વિરોધ વધતા કેન્દ્ર સરકારે આ અંગે રાજ્ય સરકારોનો અભિપ્રાય પણ માંગ્યો હતો. જેમાં મોટા ભાગના રાજ્યોએ બિલનું સમર્થન કર્યું હતું.

    આ બિલ અંતર્ગત તાત્કાલિક ત્રણ તલાક આપવાને ગુનાહિત શ્રેણીમાં મૂકવામાં આવ્યું છે. પોતાની પત્નીને ત્રણ વખત તલાક બોલીને તલાક આપતા મુસ્લિમ પતિને આ કાયદા અંતર્ગત ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. આ બિલમાં મુસ્લિમ મહિલાઓના ભરણપોષણ અને બાળકોના જીવન નિર્વાહ ખર્ચને લઈને પણ જોગવાઈ છે. આ બિલ પ્રમાણે બોલીને, લખીને કે ફોન પર એક સાથે ત્રણ વખત તલાક કહીને તલાક આપવા ગેરકાયદે છે.

    ગત વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે ત્રણ તલાકને ગેરકાયદે અને ગેરબંધારણીય ગણાવ્યુ હતુ. ત્રણ તલાક અંગે અનેક મુસ્લિમ મહિલાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે તેમને વોટ્સએપ અને સ્કાયપથી તલાક આપવામાં આવ્યા છે અને તેમણે લાચારીમાં જીવવું પડી રહ્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Loksabha, Ordinance, Rajyasabha, Triple Talaw, મોદી સરકાર, સજા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन