કેબિનેટનો નિર્ણય - જમ્મુ-કાશ્મીરમાં વધુ 6 મહિના રાષ્ટ્રપિત શાસન, ત્રણ તલાક બિલને મંજૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી

News18 Gujarati
Updated: June 12, 2019, 7:50 PM IST
કેબિનેટનો નિર્ણય - જમ્મુ-કાશ્મીરમાં વધુ 6 મહિના રાષ્ટ્રપિત શાસન, ત્રણ તલાક બિલને મંજૂરી
કેબિનેટનો નિર્ણય - જમ્મુ-કાશ્મીરમાં વધુ 6 મહિના રાષ્ટ્રપિત શાસન
News18 Gujarati
Updated: June 12, 2019, 7:50 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ લેવામાં આવ્યા હતા. બેઠકમાં જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્રણ તલાક બિલને પણ કેબિનેટની મંજૂરી મળી છે. ગત મહિને 16મી લોકસભા ભંગ થતાની સાથે જ આ વિધેયક નિષ્પ્રભાવી થઈ ગયું હતું, કારણ કે આ સંસદ દ્વારા પાસ થઈ શક્યું ન હતું અને રાજ્યસભામાં લંબિત હતું.

કેબિનેટની મંજૂરી પછી આ નવું વિધેયક 17 જૂનથી શરુ થઈ રહેલી 17મી લોકસભાના પ્રથમ સત્રમાં રજુ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર બે વખત ત્રણ તલાક ઉપર અધ્યાદેશ લાગુ કરી ચૂકી છે. મુસ્લિમ મહિલા (વિવાહ અધિકાર સંરક્ષણ) અધ્યાદેશ 2019 પ્રમાણે એક વખતે ત્રણ તલાક ગેરકાનૂની અને શૂન્ય રહેશે. આમ કરનાર પતિ માટે ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ રહેશે.

આ પણ વાંચો - જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલો, CRPFના 5 જવાન શહીદ

સપ્ટેમ્બર 2018માં લાગુ પાછલા અધ્યાદેશને કાનૂનમાં બદલાવવા માટે રજુ થયેલા વિધેયકને ડિસેમ્બરમાં લોકસભાએ તો મંજૂરી આપી હતી પણ આ રાજ્યસભામાં લંબિત હતું. વિધેયકને સંસદના બંને સદનોમાં મંજૂરી ન મળતા નવો અધ્યાદેશ લાગુ કરવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર રહેનાર લોકોને અનામત આપવાનો નિર્ણય કરાયો છે. આ પહેલા આ અનામત ફક્ત એલઓસીની નજીક રહેતા ગામોને મળતો હતો. 435 ગામ અને 3.30 લાખથી વધારે લોકોને આ અનામતનો ફાયદો મળશે.

વિશ્વ વિદ્યાલયોમાં 200 પોઇન્ટ રોસ્ટર જારી રહેશે અને યૂનિવર્સિટીને જ અનામત લાગુ કરવાનો એકમ માનવામાં આવશે. આ માટે બિલ લાવવામાં આવશે. જનરલ કોટા માટે 50+10% રિઝર્વેશનને જલ્દી લાગુ કરવામાં આવશે.
First published: June 12, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...