ત્રણ તલાક અને આર્ટિકલ 370 પછી હવે આ કામ કરશે મોદી સરકાર!

News18 Gujarati
Updated: August 16, 2019, 5:03 PM IST
ત્રણ તલાક અને આર્ટિકલ 370 પછી હવે આ કામ કરશે મોદી સરકાર!
ત્રણ તલાક અને આર્ટિકલ 370 પછી હવે આ કામ કરશે મોદી સરકાર!

આ વાતની પૃષ્ટી શિવસેનાના નેતા સંજય રાઉતે કરી

  • Share this:
ત્રણ તલાક કાનૂન અને જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી મોદી સરકારે દેશમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાવવાની દિશામાં શરુઆત કરી ચૂકી છે. આ વાતની પૃષ્ટી શિવસેનાના નેતા સંજય રાઉતે કરી છે. સંજય રાઉતે એએનઆઈને કહ્યું હતું કે મોદી સરકારે હવે સિવિલ કોડ લાવવાની તૈયારી કરી ચૂકી છે અને મને લાગે છે કે આ દેશમાં જલ્દીથી તેને લાગુ કરી દેવામાં આવશે.

શિવસેનાએ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370ને સમાપ્ત કરવાના સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવતા લોકસભા અને રાજ્યસભામાં કેન્દ્ર સરકારને સમર્થન આપ્યું હતું. આ પ્રસંગે શિવસેનાએ કહ્યું હતું કે આ નિર્ણયથી કાશ્મીરના લોકોનો વિકાસ સુનિશ્ચિત થશે અને કાશ્મીરના લોકો સાચી રીતે મુખ્યધારામાં જોડાઈ શકશે.

આ પણ વાંચો - પાક.ની ધમકી પર રાજનાથની ચેતવણી : જરૂર પડશે તો પરમાણુ હથિયારનો ઉપયોગ કરાશેશું હોય છે યૂનિફોર્મ સિવિલ કોડ
યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા પછી દેશમાં દરેક નાગરિક માટે એક સમાન કાયદો ગણાશે. સિવિલ કોડ લાગુ થયા પછી તે ફરક નહીં પડે કે તે કયા ધર્મ કે જાતિ સાથે સંબધ રાખે છે. હાલ દેશમાં અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ પર્સનલ લો છે. યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી દરેક ધર્મ અને જાતિ માટે એક જેવો કાયદો લાગુ થઈ જશે. આ કાયદાથી મહિલાને પોતાના પિતાની સંપત્તિ ઉપર અધિકાર અને દત્તક લેવા જેવા મામલામાં પણ એક સરખો નિયમ લાગુ થઈ જશે.
First published: August 16, 2019
વધુ વાંચો
अगली ख़बर