સાર્વજનિક સ્થાનો પર ધ્રુમપાન કરવું પડશે મોંઘું, સરકાર કરી રહી છે આવી તૈયારી

News18 Gujarati
Updated: July 23, 2019, 6:11 PM IST
સાર્વજનિક સ્થાનો પર ધ્રુમપાન કરવું પડશે મોંઘું, સરકાર કરી રહી છે આવી તૈયારી
પ્રતિકાત્મક તસવીર

સૂત્રોના મતે સરકાર કોટપા એક્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે

  • Share this:
સાર્વજનિક સ્થાનો ઉપર ધ્રુમપાન કરવું હવે તમારા ખિસ્સાને ભારે પડી શકે તેમ છે. સીએનબીસી આવાજને સૂત્રોના હવાલાથી મળેવી એક્સક્લૂઝિવ જાણકારીના મતે સરકારે આ માટે કોટપા એક્ટમાં ફેરફારની કરવાની તૈયારી કરી રહી છે. આ એક્ટમાં ફેરફાર કરીને સરકાર દંડની રકમ વધારીને 1000 રુપિયાથી વધારે કરી શકે છે. હાલ કોટપા એક્ટમાં સાર્વજનિક સ્થાનો ઉપર ધ્રુમપાન કરતા પકડાતા 200 રુપિયાનો દંડ થાય છે.

સૂત્રોના મતે સરકાર કોટપા એક્ટમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે. આ ફેરફાર પછી સગીરને તમાકુ ઉત્પાદ વેચવા ઉપર પણ વધારે દંડ થશે. જ્યારે શિક્ષણ સંસ્થાનની આજુબાજુ તમાકુ ઉત્પાદન વેચવા ઉપર પણ ભારે દંડની જોગવાઈ છે. તમને જણાવી દઈએ કે સ્કૂલ-કોલેજના 100 યાર્ડ્સની અંદર તમાકુ વેચી શકો નહીં.

દંડ વસુલવામાં આ રાજ્યો આગળ

ગત વિત્ત વર્ષમાં સરકારે દંડથી લગભગ 5 કરોડ રુપિયાની રકમ વસુલી છે. કોટપા એક્ટ પ્રમાણે દંડ વસુલવામાં તમિલનાડુ સૌથી આગળ છે. જ્યારે દંડ વસુલવાના મામલે ગુજરાત બીજા નંબરે છે. મોટા રાજ્યોમાં બિહારની હાલત સૌથી ખરાબ છે.

પોઇન્ટ્સ
- સાર્વજનિક સ્થાનો ઉપર ધ્રુમપાન મોંઘું પડશે- સરકાર દંડની રકમ વધારવાની તૈયારી કરી રહી છે : સૂત્ર
- સરકાર દંડની રકમ 1000 રુપિયાથી વધારે કરી શકે છે : સૂત્ર
- Cotpa act પ્રમાણે દંડ વસુલવામાં તમિલનાડુ સૌથી આગળ
- દંડ વસુલવામાં ગુજરાત બીજા નંબરે

(પ્રતીક શ્રીવાસ્તવ, સંવાદદાતા - - CNBC આવાજ )
First published: July 23, 2019, 5:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading