Home /News /india /ઓખી પર મોદીની ચાંપતી નજર, બીજેપી કાર્યકરોને કરી લોકોની મદદ કરવાની અપીલ
ઓખી પર મોદીની ચાંપતી નજર, બીજેપી કાર્યકરોને કરી લોકોની મદદ કરવાની અપીલ
ગુજરાતમાં ઓખી વાવાઝોડું દસ્તક દઈ રહ્યું છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મોદીએ મંગળવારે સવારે એક ટ્વિટ કરીને બીજેપી કાર્યકરોને લોકોની મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે.
ગુજરાતમાં ઓખી વાવાઝોડું દસ્તક દઈ રહ્યું છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મોદીએ મંગળવારે સવારે એક ટ્વિટ કરીને બીજેપી કાર્યકરોને લોકોની મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે.
નવી દિલ્હીઃ ગુજરાતમાં ઓખી વાવાઝોડું દસ્તક દઈ રહ્યું છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી પણ તેના પર ચાંપતી નજર રાખી રહ્યા છે. મોદીએ મંગળવારે સવારે એક ટ્વિટ કરીને બીજેપી કાર્યકરોને લોકોની મદદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપીલ કરી છે. ઓખી મંગળવારે રાત્રે સુરતના દરિયા કિનારે ટકરાશે.
મોદીએ ટ્વિટમાં શું લખ્યું?
'ઓખી વાવાઝોડું ગુજરાતમાં આવવાની શક્યતા છે. હું બીજેપી કાર્યકરોને રાજ્યમાં લોકોને મદદ કરવાની અપીલ કરું છું. અમારા કાર્યકરોએ લોકોની મદદ કરવા માટે ખભાથી ખભો મિલાવીને કાર્ય કરવું જોઈએ.' તેમણે વધુમાં લખ્યું છે કે, 'ઓખી વાવાઝોડાને કારણે દેશના વિવિધ ભાગોમાં ઉભી થયેલી પરિસ્થિતિ પર હું ચાંપતી નજર રાખી રહ્યો છું. મેં દરેક લાગતા વળગતા અધિકારીઓ સાથે વાતચીત કરી છે તેમજ લોકોને શક્ય તમામ મદદ કરવાની સુચના આપી છે.'
ઓખી વાવાઝોડાને કારણે કેરળ અને તામિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં 20 જેટલા લોકોનાં મોત થયા છે. વાવાઝોડું હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. મંગળવારે સવારથી જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓખીની અસરને પગલે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં પણ સોમવારે સાંજે વરસાદ પડ્યો હતો. મંગળવારે સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
ઓખીના પગલે આજે ગુજરાતમાં અનેક રાજકીય નેતાઓની રેલીઓ રદ કરવામાં આવી છે. ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે 9મી તારીકે ચૂંટણી યોજાનાર છે ત્યારે ઓખીની અસરને પગલે ચૂંટણી પ્રચાર પર આપોઆપ બ્રેક લાગી ગયો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર