એમ.જે.અકબરની વકીલ બોલી- આરોપોથી 40 વર્ષમાં બનાવેલી છબીને થયું નુકસાન

News18 Gujarati
Updated: October 19, 2018, 7:58 AM IST
એમ.જે.અકબરની વકીલ બોલી- આરોપોથી 40 વર્ષમાં બનાવેલી છબીને થયું નુકસાન
એમજે અકબર સાથે જોડાયેલ કથિત યૌનશોષણ મામલામાં ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ

એમજે અકબર સાથે જોડાયેલ કથિત યૌનશોષણ મામલામાં ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ

  • Share this:
એમજે અકબર સાથે જોડાયેલ કથિત યૌનશોષણ મામલામાં ગુરુવારે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન તેમની વકીલ ગીતા લુથરાએ કહ્યું હતું કે આરોપોના કારણે અકબરે રાજીનામું આપવું પડ્યું અને તેમણે 40 વર્ષમાં બનાવેલી છબીને ઘુણું નુકસાન થયું છે. કોર્ટે માનહાનિ મામલામાં તેમનું નિવેદન લેવા માટે 31 ઓક્ટોબરની તારીખ નક્કી કરવામાં આવી છે.

મામલાની સુનાવણી દરમિયાન વકીલ ગીથા લુથરાએ એમજે અકબરનો પક્ષ રાખ્યો હતો. સુનાવણી દરમિયાન ગીતા લુથરાએ પત્રકાર પ્રિયા રમાનીના ટ્વિટ વાચવાનું શરૂ કર્યું હતું. વકીલે કહ્યું હતું કે રમાનીએ અકબર સામે ઘણા ટ્વિટ કર્યા છે. હું બધા વાચવા માંગતી નથી પણ આ માનહાનિનો મામલો છે. મારા ક્લાઇટે રાજીનામું આપ્યું છે.તેમણે છેલ્લા 40 વર્ષમાં બનાવેલી છબીને નુકસાન પહોંચ્યું છે.

ઉલ્લેખનીય છે કે યૌન શોષણના આરોપ લાગ્યા પથી વિદેશ રાજ્યમંત્રી એમજે અકબરે બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

અંતે અકબરે 'ગાદી' છોડવી પડી, 15થી વધુ મહિલાઓએ લગાવ્યો છે યૌન શોષણનો આરોપ
First published: October 18, 2018, 5:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading