રેપના આરોપ પર બોલ્યા એમ.જે.અકબર, પત્રકાર સાથે સહમતિથી રહ્યા હતા સંબંધ

રેપના આરોપ પર બોલ્યા એમ.જે.અકબર, પત્રકાર સાથે સહમતિથી રહ્યા હતા સંબંધ

પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અકબરે કહ્યું હતું કે 1994માં તેના અને પલ્લવી ગોગોઈ વચ્ચે સહમતિથી સંબંધો બન્યા હતા. આ સંબંધો કેટલાક મહિના ચાલ્યા હતા. આ

  • Share this:
    નેશનલ પબ્લિક રેડિયો(NPR)ની ચીફ બિઝનેસ રિપોર્ટર પલ્લવી ગોગોઈના રેપના આરોપ પછી પૂર્વ કેન્દ્રીય મંત્રી એમજે અકબરની સ્પષ્ટતા સામે આવી છે. એમજે અકબરે કહ્યું હતું કે આ બધા આરોપો ખોટા છે. પલ્લવી ગોગોઈની સહમતિથી સંબંધો બન્યા હતા, જે ઘણા મહિના સુધી ચાલ્યા હતા. આ પછી બંને રાજીખુશીથી અલગ થઈ ગયા હતા. એમજે અકબરની પત્ની મલિકા પતિના સમર્થનમાં સામે આવી છે. મલિકાનું કહેવું છે કે પલ્લવી ખોટુ બોલી રહી છે.

    ઉલ્લેખનીય છે કે પલ્લવી ગોગોઈએ વોશિંગ્ટન પોસ્ટમાં લેખ લખીને એમજે અકબર પર આરોપ લગાવ્યા હતા. આરોપમાં કહ્યું હતું કે એશિયન એજમાં કામ કરતા સમયે અકબરે તેની સાથે રેપ કર્યો હતો.

    પૂર્વ કેન્દ્રીય રાજ્ય મંત્રી અકબરે કહ્યું હતું કે 1994માં તેના અને પલ્લવી ગોગોઈ વચ્ચે સહમતિથી સંબંધો બન્યા હતા. આ સંબંધો કેટલાક મહિના ચાલ્યા હતા. આ સંબંધોના કારણે તેના પારિવારિક જીવનમાં પણ ટેન્શન આવી ગયું હતું. આ પછી સહમતિથી ચાલી રહેલા સંબંધો ખતમ કરી દીધા હતા. જોકે અકબરે સ્વિકાર કર્યો હતો કે આ સંબંધ બેસ્ટ નોટ પર ખતમ થયા નથી. અકબરે દાવો કર્યો છે કે અમને બંને જણને જાણનાર લોકો આ વાતની સાક્ષી પુરી શકે છે.

    આ પણ વાંચો - પૂર્વ મંત્રી એમ.જે. અકબર પર USA સ્થિત મહિલા પત્રકારનો દુષ્કર્મનો આરોપ

    અકબરની પત્નીએ કહ્યું હતું કે 20 વર્ષ પહેલા પલ્લવી ગોગોઈ મારા પરિવારમાં દુખ અને વિવાદનું કારણ બની હતી.તેણે કહ્યું હતું કે મારી હાજરીમાં પણ તે મારા પતિ સાથે લગાવ જાહેર કરતી હતી. આ બંને વચ્ચેનો સંબંધ મારા પરિવાર માટે સમસ્યાનું કારણ બન્યો હતો.

    ઉલ્લેખનીય છે કે એમજે અકબર પર ઘણી મહિલા પત્રકારોએ યૌનશોષણના આરોપ લગાવ્યા હતા. આ પછી એમજે અકબરે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું.
    Published by:Ashish Goyal
    First published: