Home /News /india /Mission Paani:અમારું સંપૂર્ણ કેન્દ્ર સ્વચ્છતા એજન્ડા જ છે - નરસિમ્હન ઇશ્વર

Mission Paani:અમારું સંપૂર્ણ કેન્દ્ર સ્વચ્છતા એજન્ડા જ છે - નરસિમ્હન ઇશ્વર

નરસિમ્હન ઇશ્વરે કહ્યું કે, જ્યારથી PMએ સ્વચ્છતા અભિયાનની થોડા વર્ષો પહેલાં જાહેરાત કરી હતી, ત્યારથી અમે સ્વચ્છતા એજન્ડા પર સંપૂર્ણ રીતે કેન્દ્રિત છીએ. નીતિ આયોગની હાલની રિપોર્ટ મજુબ, ભારતનાં 21 શહેરોમાં 2020 સુધી ભૂજળ પૂર્ણ થઇ જશે.

નરસિમ્હન ઇશ્વરે કહ્યું કે, જ્યારથી PMએ સ્વચ્છતા અભિયાનની થોડા વર્ષો પહેલાં જાહેરાત કરી હતી, ત્યારથી અમે સ્વચ્છતા એજન્ડા પર સંપૂર્ણ રીતે કેન્દ્રિત છીએ. નીતિ આયોગની હાલની રિપોર્ટ મજુબ, ભારતનાં 21 શહેરોમાં 2020 સુધી ભૂજળ પૂર્ણ થઇ જશે.

વધુ જુઓ ...
ન્યૂઝ18 ગુજરાતી:   જળ સંકટની ભયાવહતાને જોતા News18 અને હર્પિક ઘણાં સમયથી 'મિશન પાની' નામનું કેમ્પેઇન ચલાવે છે.

આ કેમ્પેઇનનાં ક્રમમાં બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન અને આરબી હાઇજીન એન્ડ હોમનાં સાઉથ એશિયનાં એમડી નરસિમ્હન ઇશ્વર સાથે ચર્ચા થઇ. નરસિમ્હન ઇશ્વરે કહ્યું કે, જ્યારથી PMએ સ્વચ્છતા અભિયાનની થોડા વર્ષો પહેલાં જાહેરાત કરી હતી, ત્યારથી અમે સ્વચ્છતા એજન્ડા પર સંપૂર્ણ રીતે કેન્દ્રિત છીએ.

આ કેમ્પેઇનમાં આ પહેલાં સદુગુરુએ કાવેરી બેસિનને નાબૂદ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'ગત 50 વર્ષોનાં અંતરાલમાં કાવેરી બેસિન ઘણું જ ઓછુ થઇ ગયુ છે.' વધુમાં કહ્યું કે, 'ઓછામાં ઓછું 25-30 ટકા પાણી મહાસાગરમાં જવું જોઇએ. નહીં તો તે ભૂસ્ખલનનું કારણ બની જશે.'



જળ સંકટથી લોકોને જાગૃત કરવા અને પાણી બચાવવા પ્રેરિત કરવા માટે News18ની ઝુંબેશ મિશન પાણી લોન્ચ થઇ ગઇ છે. 'મિશન પાણી'નાં કેમ્પેઇન ઍમ્બૅસેડર અમિતાભ બચ્ચને તેનું લોન્ચ કર્યું. તેમણે News18ની આ ઝુંબેશનેઐતિહાસિક ગણાવી અને લોકોને પાણી બચાવવા અપીલ પણ કરી.

સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચને કહ્યું કે, 'જલ હૈ તો કલ હૈ' વિચારો કે કાલે પાણી પૂર્ણ થઇ ગયુ તો, શું થશે? આ વિચારમાત્રથી જ આપણે ડરી જઇએ છીએ. પાણી બચાવવું કોઇ સરકારનાં સંગઠનની નહીં પણ સમગ્ર માનવજાતની જવાબદારી છે. દરેક વ્યક્તિએ આ ઝુંબેશમાં યોગદાન આપવું પડશે.'

બચ્ચને ઉમેર્યું કે, આ પ્રકારનાં મોટા કેમ્પેઇનથી દેશભરમાં એક સારો સંદેશ જાય છે. તેણે એમપણ કહ્યું કે, દેશમાંથી પોલિયો દૂર કરવા માટે 8 વર્ષ લાગ્યા હતાં. આ કામ સહેલું નથી. હવે આપણે લોકોએ પાણી બચાવવાની ઝુંબેશમાં જોડાયા છીએ. તેને પણ કામયાબ કરીશું જ.



બિગ બીએ પાણી બચાવવા માટે કંઇક કેટલાંયે ઉપાય જણાવ્યાં. તેમણે અપીલ કરી છે કે, આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી બાથરૂમમાં પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઇએ. શાવરની જગ્યાએ ડોલથી પાણી લઇને નાહવું જોઇએ. આપણે ઘણાં હદે પાણી વેડફીએ છીએ. પાણીનો વેડફાટ બચાવી શકાય છે.

'મિશન પાની'નાં ઍમ્બૅસેડર અમિતાભ બચ્ચને લોકોને પાણીનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાં અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે, 'પ્રત્યેક વ્યક્તિ દર વર્ષે આશરે 140 ડોલ પાણી ખર્ચે છે. આપણે તેમાં કમી કરવાની જરૂરી છે. કારણ કે જલ હૈ તો કલ હૈ'

આપને જણાવી દઇએ કે ભારત અત્યાર સુધીનાં સૌથી ગંભીર જળ સંકટનો સામનો કરી રહ્યું છે. દેશમાં આશરે 60 કરોડ લોકો પીવાનાં પાાણીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. નિતિ આયોગની રિપોર્ટ મુજબ, 'આશરે 2 લાખ લોકો સ્વચ્છ પાણી ન મળવાને કારણે દર વર્ષે મૃત્યુ પામે છે. '

નીતિ આયોગની રિપોર્ટ મુજબ, '2030 સુધીમાં દેશમાં પાણીની માંગ પાણી વિતરણની સરખામણીએ બમણી હશે. જેનો અર્થ છે કે, કરોડો લોકો માટે પીવાનાં પાણીની ગંભીર સમસ્યા થશે. અને દેશનાં GDPમાં 6 ટકાનાં તળીયે પહોંચી જશે.'

રિપોર્ટ મુજબ દેશમાં આશરે 70 ટકા પ્રદુષિત પાણી છે સાથે જ ભારત જળ ગુણવત્તા સૂચકાંકમાં 122 દેશોમાં 120માં નંબરે છે.
First published:

Tags: Amitabh Bachhan, Devendra Fadnavis, Harpic, Maharashtra, Mission Paani, Network 18, Nitin Gadkari, અમિતાભ બચ્ચન, ન્યૂઝ18, સીએમ