Home /News /india /Mission Paani: સદગુરુ બોલ્યા - નદીનું 30% પાણી સમુદ્રમાં જવું જરુરી

Mission Paani: સદગુરુ બોલ્યા - નદીનું 30% પાણી સમુદ્રમાં જવું જરુરી

Mission Paani: સદગુરુ બોલ્યા - નદીનું 30% પાણી સમુદ્રમાં જવું જરુરી

સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું - આ ભૂમિ, આ પાણી અને આ દુનિયા ફક્ત માણસો માટે જ નથી, અહીં અન્ય જીવ અને તેમનું જીવન પણ છે

નીતિ આયોગના હાલના રિપોર્ટ પ્રમાણે ભારતના 21 શહેરોમાં 2020 સુધી ભુગર્ભ જળ ખતમ થઈ જશે. જળ સંકટની ભયાનકતા જોતા News18 અને હાર્પિક (Harpic)ઘણા સમયથી ‘મિશન પાની’નામથી કેમ્પેઈન ચલાવી રહ્યા છે. આ ક્રમમાં ન્યૂઝ 18 એ સદગુરુ જગ્ગી વાસુદેવ સાથે વાત કરી હતી.



ન્યૂઝ 18 સાથે વાત કરતા સદગુરુએ કાવેરી બેસિનને ખતમ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે છેલ્લા 50 વર્ષોના અંતરાળમાં કાવેરી બેસિન ઘણું ઓછું થઈ ગયું છે. તેમણે કહ્યું હતું કે ઓછામાં ઓછું 25-30 ટકા પાણી મહાસાગરમાં જવું જોઈએ, નહીંતર આ ભૂસ્ખલનનું કારણ બની જશે.



રેલી ફોર રિવર્સ કેમ્પેઈનના સંસ્થાપક સદગુરુ કહે છે કે રેલી ફોર રિવર્સ એક જાગરુકતા કાર્યક્રમ હતો, જેનો ઉદ્દેશ્ય તે નીતિને બદલવાનો હતો કે આપણે આપણા દેશની નદીઓ સાથે કેવો વ્યવહાર કરીએ છીએ. સદગુરુ જગ્ગી વાસુદેવે કહ્યું હતું કે આ ભૂમિ, આ પાણી અને આ દુનિયા ફક્ત માણસો માટે જ નથી, અહીં અન્ય જીવ અને તેમનું જીવન પણ છે. જેથી પાણી જરુર વહેવું જોઈએ.
First published:

Tags: Harpic, Mission Paani, Network 18, Niti Aayog

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો