Mission Paani: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું જળ સંરક્ષણ મોટું પગલું

છેલ્લા કેટલીય સદીઓથી જળ સંકટ ભારત માટે મોટી સમસ્યા બની ગઇ છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 21 શહેરોમાં 2020 સુથ ભૂજળ ખતમ થઇ જશે.

News18 Gujarati
Updated: August 27, 2019, 4:46 PM IST
Mission Paani: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું જળ સંરક્ષણ મોટું પગલું
જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની તસવીર
News18 Gujarati
Updated: August 27, 2019, 4:46 PM IST
ન્યૂઝ18ગુજરાતીઃ News 18 દ્વારા ચલાવવામાં આવેલા મિશન પાણી અભિયાન (#Missionpaani)ના ઉદ્ઘાટન પ્રસંગે જળશક્તિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત (Jal Shakti Minister Shekhawat)એ કહ્યું કે, એવું કહેવામાં આવે છે કે, વ્યવહાર પરિવર્તન (Behavior change) સૌથી મુશ્કેલ છે. પરંતુ જે રીતે સ્વચ્છ ભારત અભિયાનને સફળતા મળી છે એવી જ રીતે આ અભિયાનની પણ ખુબ જ જરૂરિયાત છે.

નેટવર્ક18એ જળ સંરક્ષણ માટે મોટું પગલું ભર્યું

મુંબઇમાં મિશન પાણી અભિયાનના શુભારંભ ઉપર કેન્દ્રીય મંત્રી શેખાવતે કહ્યું કે, તેઓ ખુબ જ ખુશ છે કે પીએમ મોદીના નેતૃત્વમાં સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા આ મિશનમાં મદદ કરવા માટે નેટવર્ક18 જેવા મીડિયા ગ્રૂપે સામેલ થયું છે. નેટવર્ક18એ જળ સંરક્ષણને લઇને આટલું મોટું પગલું ભર્યું છે. જેનાથી પીએમ મોદીના અભિયાનને ખુબ મદદ મળશે. તેમણે પાણીના મહત્વને સમજાવતા કહ્યું હતું કે, પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે અને ફરીથી ઉપયોગ કરવાની પણ તાતી જરૂર છે.


Loading...



છેલ્લા કેટલીય સદીઓથી જળ સંકટ ભારત માટે મોટી સમસ્યા બની ગઇ ચે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે ભારતમાં 21 શહેરોમાં 2020 સુથ ભૂજળ ખતમ થઇ જશે. જળ સંકટની સમસ્યાને જોતા ન્યૂઝ18 અને હાર્પિક ખાસા સમયથી મિશન પાણી નામનું અભિયાન ચલાવી રહ્યા છે.

સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને કર્યું લોન્ચ

જળ સંકટથી લોકોમાં જાગૃતિ લાવવા માટે અને પાણીને બચાવવા માટે પ્રેરણા આપવા માટે ન્યૂઝ18ના અભિયાન મિશન પાની કેમ્પેઇન એમ્બેસેડર અમિતાભ બચ્ચને મંગળવારે લોન્ચ કર્યું છે. ન્યૂઝ18ના આ અભિયાન ઐતિહાસિક ગણાવ્યું છે. લોકોને પાણી બચાવવા અપીલ કરી છે. બચ્ચને કહ્યું હતું કે, આવી રીતે મોટા કેમ્પેનથી દેશભરમાં સારો સંદેશ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં પોલિયો ખતમ કરવા માટે 8 વર્ષ લાગ્યા છે. જે સરળ કામ ન્હોતું. હવે લોકો પાણી બચાવવાના અભિયાન સાથે જોડાશે. આમા પણ સફળતા મળશે.

 
First published: August 27, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...