મીસા ભારતીએ માન્યું- તેજપ્રતાપ અને તેજસ્વી વચ્ચે ચાલી રહ્યો છે મતભેદ

લાલુની પુત્રી મીસા ભારતીએ માન્યું - તેજપ્રતાપ અને તેજસ્વી વચ્ચે ચાલી રહ્યો છે મતભેદ (ફાઇલ ફોટો, ટ્વિટર)

મીસા ભારતીએ કાર્યકર્તાઓ સામે કહ્યું હતું કે જે રીતે હાથની પાંચ આંગળીઓ બરાબર નથી તેવી જ રીતે ઉંચ-નીચની વાતો આવતી રહે છે. થોડી ખટપટ તો ચાલતી રહે છે

 • Share this:
  રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં હાલ બધુ વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું નથી. લાલુના બંને પુત્રો તેજસ્વી અને તેજપ્રતાપ યાદવ વચ્ચે ચાલી રહેલા શીતયુદ્ધના સમાચાર પર તેમના જ પરિવારના એક સભ્યએ મહોર લગાવી દીધી છે. લાલુ પ્રસાદ યાદવની સૌથી મોટી પુત્રી અને સાંસદ મીસા ભારતી વાત-વાતમાં કહી નાખ્યું હતું કે બંને ભાઈઓ તેજસ્વી અને તેજપ્રતાપ વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું નથી.

  મીસા ભારતીએ કાર્યકર્તાઓ સામે કહ્યું હતું કે જે રીતે હાથની પાંચ આંગળીઓ બરાબર નથી તેવી જ રીતે ઉંચ-નીચની વાતો આવતી રહે છે. થોડી ખટપટ તો ચાલતી રહે છે. અમારા પરિવારમાં પણ ભાઈ-ભાઈમાં બનતું નથી.

  મીસા ભારતીએ સાથે કહ્યું હતું કે પીઠ પાછળ ખંજર મારશો તો સહન કરીશું નહીં. જેથી જે પણ વાતો છે તે સામે આવવી જોઈએ. આરજેડીનો મોટો પરિવાર છે. તેવામાં જે સમસ્યા છે તેને બેસીને ઉકેલવી જોઈએ.

  મીસાએ પાર્ટી કાર્યર્કરોને કહ્યું હતું કે સામે આવીને કોઈ લડશે તો અમે ઝાંસીની રાણીની જેમ લડીશું પણ પીઠ પાછળ ખંજર મારશે તો અમે સહન કરીશું નહીં. લાલુ પરિવારમાં મતભેદ વચ્ચે મોટો પુત્ર તેજપ્રતાપ હાલ કુરુક્ષેત્રમાં છે. આ વિશેની જાણકારી તેણે ટ્વિટ કરીને આપી હતી.
  Published by:Ashish Goyal
  First published: