Home /News /india /

PoKમાં હુમલા માટે મિરાજે બરેલીના ત્રિશુલ એરબેસથી ભરી હતી ઉડાણ

PoKમાં હુમલા માટે મિરાજે બરેલીના ત્રિશુલ એરબેસથી ભરી હતી ઉડાણ

સુત્રોના મતે મિરાજ ફાઇટર પ્લેન ગ્વાલિયારથી લાવ્યા પછી તેને ઉડાણ માટે તૈયાર કર્યા હતા

સુત્રોના મતે મિરાજ ફાઇટર પ્લેન ગ્વાલિયારથી લાવ્યા પછી તેને ઉડાણ માટે તૈયાર કર્યા હતા

  પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી ભારતીય સેનાના લડાકુ વિમાનોએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (Pok)માં ધુસીને આતંકી આતંકી ઠેકાણાના ધ્વસ્ત કરી દીધા છે. આ એર સ્ટ્રાઇકમાં આતંકી ઠેકાણા ઉપર હુમલો કરનાર મિરાજ ફાઇટર પ્લેને બરેલીના ત્રિશુલ એરબેઝથી ઉડાણ ભરી હતી. હાઇ એલર્ટ પછી વાયુ સેનાએ એરબેસથી રાત પછી મિરાજ પાકિસ્તાનની સીમા તરફ રવાના થયા હતા.

  સુત્રોના મતે મિરાજ ફાઇટર પ્લેન ગ્વાલિયારથી લાવ્યા પછી તેને ઉડાણ માટે તૈયાર કર્યા હતા. આસપાસના રહેવાસીએ પણ આ વાતની પૃષ્ટિ કરતા કહ્યું હતું કે મોડી રાત્રે કેટલાક ફાઇટર પ્લેન ઉડીને એરબેસ પહોંચ્યા હતા. અહીં મોડી રાત્રે હવાઇ જહાજોના અવાજ સતત આવતા હતા. જ્યારે સવારે ઉઠીને ટીવી ચેનલો ઉપર સમાચાર જોયા તો સમજી ગયા હતા કે બરેલીના લડાકુ વિમાનોએ આતંકી સંગઠનો ઉપર હુમલો કરી દીધો છે.

  આ પણ વાંચો - સોગંધ મુઝે ઈસ મીટ્ટી કી, મેં દેશ નહીં ઝૂકને દુંગા, મેં દેશ નહીં રુકને દુંગા: PM મોદી

  સેનાના આ જવાબ ઉપર દરેક હિન્દુસ્તાનીને ગર્વ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રિશુલ દેશના પ્રમુખ એરબેસમાં સામેલ છે. જ્યાં સુખોઈના એસયૂ-30નો હોમ બેસ છે. આ ઘટના પછી બરેલીના ત્રિશુલ એરબેસની સુરક્ષા વધારી દીધી છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Indian Air Force, LoC, Mirage 2000, Pok, Surgical strike, Surgical strike 2, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन