Home /News /india /સ્કોડ્રન લીડરે જણાવ્યું પાકિસ્તાનના પાયલોટ્સને કેવી રીતે ભગાડ્યા હતા

સ્કોડ્રન લીડરે જણાવ્યું પાકિસ્તાનના પાયલોટ્સને કેવી રીતે ભગાડ્યા હતા

સ્કોડ્રન લીડરે જણાવ્યું પાકિસ્તાનના પાયલોટ્સને કેવી રીતે ભગાડ્યા હતા

પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર IAF અધિકારી મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવી

પાકિસ્તાનના બાલાકોટમાં કરેલી એરસ્ટ્રાઇકમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનાર IAF અધિકારી મિંટી અગ્રવાલને યુદ્ધ સેવા પદકથી સન્માનિત કરવામાં આવી છે. સ્કોડ્રન લીડર મિંટી અગ્રવાલે આ પ્રસંગે બાલાકોટ એરસ્ટ્રાઇકની વાતો જણાવી હતી. મિંટીએ કહ્યું હતું કે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં કેવી રીતે પાકિસ્તાની પાયલોટ્સને ભગાડ્યા હતા.

સ્કોડ્રન લીડર મિંટી અગ્રવાલે કહ્યું હતું કે મારી પાસે તે દિવસના અનુભવને બતાવવા માટે શબ્દો નથી. કંટ્રોલ રુમમાં જ્યારે પાકિસ્તાન એરફોર્સ તરફથી રેડ શરુ થઈ તો અચાનક મારી આખી સ્ક્રીન ઉપર લાઇટ્સ જોવા મળી હતી. સ્ક્રીન ઉપર ઘણા બધા રેડ લાઇટ્સ હતી. જેનો મતલબ દુશ્મનના એરક્રાફ્ટ સાથે હતો. ફાઇટ કંટ્રોલર તરીકે મારી ડ્યુટી હતી કે હું મારા એરક્રાફ્ટને ગાઇડ કરું. આ સાથે મારે પાયલોટ્સને એ સુચના પણ આપવાની હતી કે તે કયા હથિયારોનો પ્રયોગ કરી શકે છે. તેમણે ક્યારે અને ક્યાંથી મિસાઇલ લોન્ચ કરવી જોઈએ. તે સમયે મારું બધુ ધ્યાન તે ઉપર હતું કે ભારતીય એરક્રાફ્ટ પુરી રીતે સુરક્ષિત રહેવા જોઈએ.

મિંટીએ કહ્યું હતું કે, હું વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને નિર્દેશ આપી રહી હતી. મેં તેને હવામાં શું સ્થિતિ છે તે પુરી રીતે સમજાવ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની એરક્રાફ્ટની સ્થિતિ વિશે જણાવ્યું હતું અને તેણે પોતાના ટાર્ગેટ ઉપક અચૂક નિશાન સાધ્યું હતું. મેં મારી આંખ સામે જ સ્ક્રીન ઉપર F-16ને હવામાંથી પડતું જોયું હતું.

આ પણ વાંચો - જાણો શું છે 'ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ'નું પદ, કારગિલ યુદ્ધ પછી ઉઠી હતી માંગ

મિંટીએ જણાવ્યું હતું કે મને પુછવામાં આવ્યું હતું કે શું સ્ક્રીન ઉપર રેડ લાઇટ ગાયબ થઈ ગઈ છે અને મેં કહ્યું હતું હા! જોકે અમારી પાસે સેલિબ્રેશનની કોઈ તક ન હતી. આ ઓપરેશનમાં ભારતીય સેનાનું કોઈ મોટું નુકસાન થયું ન હતું. જ્યારે અમને ખબર પડી કે વિંગ કમાન્ડર અભિનંદન સુરક્ષિત છે અને તે વતન પાછો ફરી રહ્યો છે તો હું ઘણી ખુશ થઈ હતી. આ ફક્ત મારા માટે રાહત અને આનંદની ક્ષણ ન હતી પણ આખા દેશ માટે ઘણી ખુશીનો સમય હતો.

ભારતીય વાયુસેનાને કુલ 13 પુરસ્કાર મળ્યા છે. જેમાં પાંચ યુદ્ધ સેવા પદક અને સાત વાયુ સેના પદક સામેલ છે. મિંટી અગ્રવાલ સિવાય યુદ્ધ સેવા પદકના વિજેતા એર કમાન્ડર સુનીલ કાશીનાથ વિધાતે, ગ્રૂપ કેપ્ટન યશપાલ સિંહ નેગી, ગ્રૂપ કેપ્ટન હેમંત કુમાર, ગ્રૂપ કેપ્ટન હૈંસલે જોસેફ સેકીરા છે.
First published:

Tags: IAF

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો