નિર્ભયા રેપ-મર્ડર કેસ: ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી ફગાવવાની માંગ કરી

News18 Gujarati
Updated: December 6, 2019, 4:19 PM IST
નિર્ભયા રેપ-મર્ડર કેસ: ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી ફગાવવાની માંગ કરી
નિર્ભયા રેપ-મર્ડર કેસ: ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી ફગાવવાની માંગ કરી

નિર્ભયા સામૂહિક બળાત્કારની ઘટના 16 ડિસેમ્બર 2012ના રોજ થઈ હતી

  • Share this:
નવી દિલ્હી : નિર્ભયા રેપ કાંડ (Nirbhaya rape case)ના દોષિતોને જલ્દી ફાંસીની સજા મળી શકે છે. ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી મોકલી દીધી છે. જેમાં મંત્રાલયે ફગાવવાની ભલામણ કરી છે. અધિકારીઓએ શુક્રવારે આ જાણકારી આપી હતી.

દયા અરજી ફગાવવાની ફાઇલ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલવાના બે દિવસ પછી આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે ફાઇલ વિચાર કરવા અને અંતિમ નિર્ણય માટે રાષ્ટ્રપતિને મોકલી આપી છે. ગૃહ મંત્રાલયે નિર્ભયા સામૂહિક બળાત્કારના મામલામાં દોષિતની અરજી ફગાવવાની ભલામણ કરવાની ફાઇલમાં ટિપ્પણી પણ કરી છે.

આ પણ વાંચો - હૈદરાબાદ ગેંગરેપ : પોલીસનો દાવો- આરોપીઓએ બંદૂક છીનવીને ફાયરિંગ કર્યું હતું, સેલ્ફ ડિફેન્સમાં એન્કાઉન્ટર કરવું પડ્યું

મામલાના દોષિયોમાં સામેલ વિનય શર્મા 23 વર્ષીય છાત્રા સાથે બળાત્કાર અને તેની હત્યાને લઈને મોતની સજાનો સામનો કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે નિર્ભયા સામૂહિક બળાત્કારની ઘટના 16 ડિસેમ્બર 2012ના રોજ થઈ હતી. ઇજાના કારણે તેનું મોત થયું હતું. આ બર્બર ઘટનાથી રાષ્ટ્રવ્યાપી રોષની લહેર છવાઇ ગઈ છે અને વ્યાપક સ્તરે વિરોધ પ્રદર્શન થયા હતા.

નિર્ભયા મામલામાં દયા અરજીને ફગાવવાનું પગલું એવા સમયે ઉઠાવ્યું છે, જ્યારે હૈદરાબાદમાં 25 વર્ષીય એક ડૉંક્ટર સાથે સામૂહિક બળાત્કાર અને તેની હત્યાને લઈને રાષ્ટ્રવ્યાપી રોષ છે.
First published: December 6, 2019, 4:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading