Home /News /india /‘આ ફોટોશૂટનું સ્થળ નથી સંસદ છે’, ટ્વિટર પર ટ્રોલ થઈ મિમિ અને નુસરત

‘આ ફોટોશૂટનું સ્થળ નથી સંસદ છે’, ટ્વિટર પર ટ્રોલ થઈ મિમિ અને નુસરત

‘આ ફોટોશૂટનું સ્થળ નથી સંસદ છે’, ટ્વિટર પર ટ્રોલ થઈ મિમિ અને નુસરત

લોકસભા ચૂંટણી પછી સોશિયલ મીડિયા પર ટીએમસીની બે નવી મહિલા સાંસદ ચર્ચાનો વિષય બની

    લોકસભા ચૂંટણી પછી સોશિયલ મીડિયા પર ટીએમસીની બે નવી મહિલા સાંસદ ચર્ચાનો વિષય બની છે. બંગાળી સિનેમાની બે અભિનેત્રી જે જાધવપુર અને બશીરહાટ સીટથી જીતીને સંસદ સુધી પહોંચી છે. આ સાંસદના નામ છે મિમિ ચક્રવર્તી અને નુસરત જહાં. બંને બંગાળી સિનેમામાં પોતાનો જલવો બતાવી ચૂકી છે. સોશિયલ મીડિયા ઉપર ચર્ચા થઈ રહી છે કે સિનેમાની આ બંને અભિનેત્રીઓ હવે સંસદમાં કેવો આઉટફિટ પહેરશે. જે તેમની પર્સનલ અને સાંસદ તરીકે પોતાની ઇમેજને ઠીકથી રજુ કરી શકે. આ મામલે બંનેને ટ્વિટર ઉપર ટ્રોલ પણ કરવામાં આવી રહી છે.

    મિમી અને નુસરતના આઉટફિટને લઈને ચર્ચા છે કે આ બંને અભિનેત્રીઓએ શોબિઝના અવતારમાંથી બહાર નિકળી લોકોના પ્રતિનિધિ તરીકે કામ કરવું પડશે. આવા સમયે તેમનો આઉટફિટ કેવો રહેશે તેના ઉપર પણ ધ્યાન આપવું પડશે. બંનેએ સાંસદ બહાર પાડેલા ફોટો પછી લોકોએ તેમનો વિરોધ શરુ કરી દીધો છે. લોકો તેમની છાપને બદલવાની સલાહ આપી રહ્યા છે.

    આ પણ વાંચો - MP: આંગણવાડીમાં ભણે છે કલેક્ટરની દીકરી, રાજ્યપાલ આનંદીબેને કર્યા વખાણ



    સંસદની બહાર ફોટોશૂટ
    આ દરમિયાન મિમી અને નુસરતે સંસદ બહાર પોતાના ઘણા ફોટો પડાવ્યા હતા અને ટ્વિટર ઉપર પોસ્ટ પણ કર્યા હતા. આ દરમિયાન કેટલાકે તેમને શુભકામના આપી હતી કેટલાક તેમને ટ્રોલ કરી રહ્યા હતા. એક ટ્વિટર યૂઝરે લખ્યું હતું કે આ સંસદ છે, ફોટોશૂટનું સ્થાન નથી, જો આપણા સ્વતંત્રતા સેનાની આ જોવત તો શું વિચારે. અન્ય એક યૂઝરે લખ્યું હતું કે આશા છે કે ભવિષ્ય મેકઅપ અને ફોટોશૂટથી જોડાયેલા ન રહીને તેમના ક્ષેત્રના લોકોની ભલાઈમાં નિકળશે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Lok sabha election 2019, Parliament, TMC, Twitter

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन