Home /News /india /મહેબૂબા મુફ્તી બોલ્યા- કાશ્મીરમાં શાંતિ માટે આતંકીઓ સાથે વાતચીત જરુરી

મહેબૂબા મુફ્તી બોલ્યા- કાશ્મીરમાં શાંતિ માટે આતંકીઓ સાથે વાતચીત જરુરી

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય મંત્રી મેહબૂબા મુફ્તીની ફાઇલ તસવીર

PDPની નેતાએ કહ્યું હતું કે સ્થાનિક આતંકી પણ આ જ ધરતીના સંતાન છે. આપણો પ્રયત્ન તેને ખતમ કરવાનો નહીં પણ તેમને બચાવવાનો હોવો જોઈએ.

જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ ભારતીય સેના પર આતંકવાદીઓના પરિવારોને પરેશાન કરવાનો આરોપ લગાવ્યા પછી હવે આતંકીઓ સાથે વાતચીતની વકાલત કરી છે. મંગળવારે મહેબુબાએ કહ્યું હતું કે કાશ્મીર ઘાટીમાં વધતી આતંકી ઘટનાઓને રોકવા માટે આતંકી સંગઠનો સાથે વાતચીતની પહેલ કરવી જોઈએ, કારણ કે હથિયાર ઉઠાવનાર હથિયારની સંસ્કૃતિ ખતમ કરી શકે છે.

મહેબુબા મુફ્તીએ કહ્યું હતું કે મારું માનવું છે કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ અને અમન માટે ફક્ત અલગાવવાદી હુર્રિયત સાથે વાત કરવી જ પુરતી નથી. આપણે આતંકી સંગઠનના આકાઓ સાથે પણ વાતચીત કરવી જોઈએ.

આ પણ વાંચો - VIDEO: માયાવતીના જન્મદિવસે કેકની થઈ લૂંટ, મુઠ્ઠી ભરી-ભરીને લોકો ભાગ્યા

મહેબુબાએ કાશ્મીરમાં યુવાનોની આતંકી બનવાની ઘટનાને પરોક્ષ રીતે યોગ્ય ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે તાકાત અને ફોજથી કાશ્મીર મુદ્દાનો ઉકેલ લાવવાની નવી દિલ્હીની નીતિથી ઘણા યુવા બંદુક ઉઠાવી રહ્યા છે. નવી દિલ્હીએ કાશ્મીરમાં ટકરાવની સ્થિતિ બંધ કરી સુલહ અને સમન્વયની વાત કરવી જોઈએ. આ માટે એક પગલું આગળ વધતા હુર્રિયત સહિત બધા સંબંધિત પક્ષો સાથે વાતચીત કરવી પડશે.

PDPની નેતાએ કહ્યું હતું કે સ્થાનિક આતંકી પણ આ જ ધરતીના સંતાન છે. આપણો પ્રયત્ન તેને ખતમ કરવાનો નહીં પણ તેમને બચાવવાનો હોવો જોઈએ. મહેબુબાએ આરોપ લગાવ્યો છે કે 2019ની ચૂંટણીમાં દર વખતની જેમ આ વખતે પણ વોટ મેળવવા માટે કાશ્મીરીઓનો ઉપયોગ રાજનીતિ દળ પોતાના હિત સાધવા કરી રહ્યા છે.
First published:

Tags: Gun culture, Jammu and kashmir, Mehbooba mufti, Militants, PDP