જોધપુર પાસે ભારતીય વાયુસેનાનું મિગ-27 ફાઇટર પ્લેન ક્રેશ, પાયલટ સુરક્ષિત

વાયુસેનાના MiG 27 ફાઇટર પ્લેન ક્રેશ થયું છે

વાયુસેનાના MiG 27 ફાઇટર પ્લેન ક્રેશ થયું છે

  • Share this:
રાજસ્થાનના જોધપુરમાં મંગળવાર સવારે એક મોટી દૂર્ઘટના બની છે. અહીંયા વાયુસેનાના MiG 27 ફાઇટર પ્લેન દૂર્ઘટનાગ્રસ્ત થઇ ગયું છે. આ ઘટના દરમિયાન વિમાન આખેઆખું બળીને ખાક થઇ ગયું છે.

આ દૂર્ઘટના જોધપુરના દેવલિયા ગામમાં થઇ છે. આ ઘટનાની જાણ થતા સેનાના જવાન સ્થળે પહોંચવા લાગ્યા હતાં. જણાવવામાં આવી રહ્યું છે કે પાયલોટ સુરક્ષિત છે.

જે જગ્યાએ આ વિમાન ક્રેશ થયું હતું તે આખો મેદાન વિસ્તાર છે. દૂર્ઘટના થતાની સાથે જ ત્યાં સ્થાનિક ગામ લોકોની ભીડ થઇ હતી. સદનસીબે આ વિમાન જ્યાં ઇજાગ્રસ્ત થયું ત્યાં મેદાન હોવાને કારણે કોઇ મોટું નુકસાન થયું નથી.ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે સેનાના અધિકરી પહોંચી ગયા હતાં અને આગ ઓલવવાનું કામ ચાલુ છે. અધિકારી વિમાનમાં આગ લાગવા પાછળના કારણની હજી કોઇ જાણ થયુ નથી.
First published: