Home /News /india /

હિમાચલ: વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ, પાયલટનું મોત

હિમાચલ: વાયુસેનાનું મિગ-21 વિમાન ક્રેશ, પાયલટનું મોત

    હિમાચલ પ્રદેશના કાંગડામાં વાયુસેનાનું મિગ 21 વિમાન ક્રેશ થઇ ગયું છે. વિમાન 1.21 મિનિટે એરફોર્સના પઠાણકોટ સ્ટેશનથી ઉડ્યું હતું. પઠાણકોટથી આવતી વખતે કાંગડા જિલ્લાના જવાલીના પટ્ટા જટ્ટિયાંમાં વિમાન ક્રેશ થઇ ગયું હતું.

    મળતી જાણકારી પ્રમાણે વિમાનનો પાયલટ ગુમ થયો હતો પરંતુ તે પછી તેના મૃત્યુંની પુષ્ટી થઇ ગઇ છે. ઘટનાની જાણકારી મળતાં જ બચાવ ટીમ ઘટના સ્થળે જતી રહી હતી.

    આ દૂર્ઘટના બુધવારે બપોરે 1 કલાકે થઇ હતી. પ્લેન પંજાબમાં પઠાણકોટના ઇન્ડિયન એરફોર્સ બેઝથી ઉડ્યું હતું. વીડિયો ફૂટેજ અને તસવીરોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે એરક્રાફ્ટના એક ભાગમાં આગ લાગી ગઇ હતી.

    મિગ -21 BIS સૌથી જૂની વેરિઅન્ટનું ફાઇટર જેટ છે. ઇન્ડિયન એરફોર્સ દુનિયામાં જેટનું સૌથી મોટું ઓપરેટર છે. આનું પહેલું વેરિઅન્ટ 60ના દશકમાં શરૂ થયું હતું.





    છેલ્લા બે મહિનામાં બીજી વખત ઇન્ડિયન એરફોર્સનું ફાઇટર જેટ ક્રેશ થયું છે. આ પહેલા કચ્છમાં એક જેગુઆર ફાઇટર બોમ્બરમાં એક કોમોડોરની મોત થઇ ગઇ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: MiG-21 crash, હિમાચલ પ્રદેશ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन