Home /News /india /મિડકેપ શેરોમાં આજે પણ વેચવાલી, નિફ્ટી 10750ની નીચે

મિડકેપ શેરોમાં આજે પણ વેચવાલી, નિફ્ટી 10750ની નીચે

સેન્સેક્સમાં 73 પૉઇન્ટ અને નિફ્ટીમાં 25 પૉઇન્ટનો ઘટાડો.

શેરબજારમાં આજે પણ નફારૂપી વેચવાલી ચાલુ રહી હતી. સેન્સેક્સમાં 0.21 ટકા અને નિફ્ટીમાં 0.23 ટકાનો ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી નીચામાં 10,705 સુધી ગગડી ગયો હતો, જ્યારે સેન્સેક્સ નીચામાં 35203.85ના સ્તરે પહોંચી ગયો હતો. છેલ્લે, નિફ્ટી 10716.15ના સ્તરે અને સેન્સેક્સ 35246.27ના સ્તરે બંધ રહ્યા હતા.

આજે પણ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સ 1.52 ટકા ઘટીને 16279.25ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સ 1.57 ટકાના ઘટાડા સાથે 19423.90ના સ્તરે બંધ રહ્યો હતો. બીએસઈનો સ્મોલકેપ ઇન્ડેક્સ 1.36 ટકા ઘટીને 17839.51ના સ્તરે બંધ રહ્યો હતો.

આઇટી, ઓટો, એફએમસીજી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી, ઇન્ફ્રા., ફાર્મા, મેટલ, બેન્કિંગ, પીએસયુ બેન્ક શેરોમાં સૌથી વધારે દબાણ જોવા મળ્યું હતું. બેન્ક નિફ્ટી 0.09 ટકાના ઘટાડાની સાથે 26131ના સ્તરે બંધ રહ્યો હતો.

સન ફાર્મા, ડૉ. રેડ્ડીઝ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ, ટાટા મોટર્સ, સિપ્લા, પાવરગ્રિડના શેરોમાં 1.79-3.47 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે BPCL,ONGC,ભારતી એરટેલ, આઈશર મોટર્સ, ટેક મહિન્દ્રાના શેરોના ભાવમાં 1.18-2.73 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

મિડકેપ શેરોમાં ફેડરલ બેન્ક, ઈન્ડિયન બેન્ક, યુનિકોન બેન્ક, વક્રાંગી, જિંદાલ સ્ટીલના શેરોના ભાવમાં 4.9-11.47 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો, જ્યારે એમ્ફેસિસ, નેટકો ફાર્મા, ઈમામી, ગ્લેક્સોસ્મિથ, પીએન્ડજીના શેરોના ભાવમાં 1.01-1.98 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

સ્મોલકેપ શેરોમાં બલરામપુર ચીની, કેઆરબીએલ, જિંદાલ સૉ, સ્ટ્રાઇડ્સ શાસૂનના શેરોના ભાવમાં 6.58-11.47 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે અરિહંત સુપર, ફ્યુચર એન્ટરપ્રાઈઝ ડીવીઆર, વેલસ્પન એન્ટરપ્રાઇઝના શેરોના ભાવમાં 13.58-6.5 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.

છેલ્લે, બીએસઈના 30 શેરોવાળા ઇન્ડેક્સ સેન્સેક્સ 73.08 પૉઇન્ટ 0.21 ટકાના ઘટાડા સાથે 35246.27ના સ્તરે બંધ રહ્યો હતો. એનએસઈના 50 શેરોવાળા ઈન્ડેક્સ નિફ્ટી 25.15 પૉઇન્ટ અથવા કે 0.23 ટકાના ઘટાડા સાથે 10716.55ના સ્તરે બંધ રહ્યો હતો.
First published:

Tags: Business, Nifty down, Sensex down, Sharemarket

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો