'સોરી મલ્લિકા, તારા પપ્પા પણ આવા જ છે,' #MeTooમાં ફસાયા વિનોદ દુઆ

પત્રકાર નિષ્ઠા જૈને ફેસબુક દ્વારા વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો

વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ ટ્વિટર ઉપર ટ્વિટ કરીને નિષ્ઠા જૈનને જવાબ આપ્યો

 • Share this:
  #MeToo કેમ્પેઈન સતત વધી રહ્યું છે. આ કેમ્પેઈન દ્વારા ઘણી મહિલાઓ વર્કિંગ પ્લેસમાં પોતાની સાથે થયેલા યૌન શોષણની ઘટનાઓને બહાર લાવી રહી છે. જેમાં ઘણા મોટા નામો બહાર આવ્યા છે. પત્રકાર નિષ્ઠા જૈને ફેસબુક દ્વારા વરિષ્ઠ પત્રકાર વિનોદ દુઆ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. નિષ્ઠા જૈને ફેસબુક પર એક પોસ્ટ લખીને વિનોદ દુઆ સાથે બે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેનું શોષણ કરવામાં આવ્યું હતું.

  પ્રથમ ઘટનાનો ઉલ્લેખ કરતા નિષ્ઠા જૈન લખે છે કે 1989માં તે ઇન્ટરવ્યુ માટે વિનોદ દુઆને મળી હતી. વિનોદ દુઆએ તેને જોતા જ સેક્સુઅલ જોક્સ કહ્યો હતો. તે લખે છે કે જોક્સ યાદ નથી પણ તે હસવા લાયક બિલકુલ ન હતો. જ્યારે મેં સેલેરી તરીકે 5000 રૂપિયા માંગ્યા તો દુઆએ તેને કહ્યું હતું કે તારી ઓકાત શું છે? નિષ્ઠા જૈન કહે છે કે તે દિવસે તેનો જન્મ દિવસ હતો પણ આ અનુભવથી તેનો આખો દિવસ ખરાબ થયો હતો.

  પોતાની પોસ્ટમાં બીજી ઘટનાનો ઉલ્લેખ કરતા નિષ્ઠા જૈન લખે છે કે મને બીજી ઓફિસમાં વીડિયો એડિટરની નોકરી મળી ગઈ. વિનોદ દુઆના મિત્ર ત્યાં કામ કરતા હતા. તેથી તેને મારા વિશે ખબર પડી ગઈ. એક રાત્રે જ્યારે હું ઓફિસની નિકળીને પાર્કિંગમાં આવી તો ત્યાં દુઆ હતા. તે મારી સાથે વાત કરવા માંગતા હતા અને તેમણે મને કારમાં બોલાવી હતી.મને લાગ્યું તે તે પોતાના વ્યવહાર માટે માફી માંગતા ઇચ્છતા હશે. હું કારમાં બેસી ગઈ. તેમણે મારી સાથે છેડતી કરવાની શરૂઆત કરી હતી. હું ત્યાંથી નિકળી અને ઓફિસની કારથી ઘરે ચાલી ગઈ હતી.

  નિષ્ઠા કહે છે કે જો તેમણે મારી સાથે આમ કર્યું છે તો અન્ય સાથે પણ કર્યું હશે. અંતમાં નિષ્ઠા લખે છે કે સોરી મલ્લિકા, પણ તારા પપ્પા પણ આવા જ છે.  વિનોદ દુઆની પુત્રી મલ્લિકા દુઆએ ટ્વિટર ઉપર ટ્વિટ કરીને નિષ્ઠા જૈનને જવાબ આપ્યો હતો.
  Published by:Ashish Goyal
  First published: