ભારતના ભાગેડુ બિઝનેસમેન મેહુલ ચોકસીને નાગરિકતા આપવા મામલે એન્ટીગુઆ સરકારે ખુલાસો કર્યો છે. એન્ટુગુઆના જણાવ્યા પ્રમાણ ભારત સરકાર તરફથી ઓલ-ક્લિયર સર્ટિફિકેટ મળ્યા બાદ જ ગયા વર્ષે મેહુલ ચોકસીને તેમના દેશની નાગરિકતા આપવામાં આવી હતી.
આ અંગે એન્ટીગુઆ તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ભારત સરકાર તરફથી પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ તેમજ વિદેશ મંત્રાલયની મુંબઈ રિઝનલ પાસપોર્ટ ઓફિસ તરફથી મેહુલ ચોકસીને વિઝા તેમજ પાસપોર્ટ આપવામાં કોઈ પરેશાની ન હોવાનું સર્ટિફિકેટ મળ્યા બાદ તેને એન્ટિગુઆ અને બાર્બુડામાં પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવી હતી."
નોંધનીય છે કે મેહુલ ચોકસી અને તેનો ભાણેજ નીરવ મોદી પંજાબ નેશનલ બેંક સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ છે.
ચોકસીને ગયા વર્ષે નવેમ્બરમાં એન્ટીગુઆ સરકારની નાગરિકતા મળી હતી. તે જાન્યુઆરીના પહેલા જ અઠવાડિયામાં ભારત છોડીને વિદેશ ભાગી ગયો હતો. આ કેસમાં નીરવ મોદી પણ વોન્ટેડ છે. સીબીઆઈએ પીએનબી કૌભાંડમાં કેસ દાખલ કરતાની સાથે જ બંને દેશ છોડીને ફરાર થઈ ગયા હતા. ભારત સરકાર હાલ નીરવ મોદી અને મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો કરી રહી છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર