અમે અમરનાથ યાત્રાના સમર્થક પણ કાશ્મીરીઓને થાય છે પરેશાની - મહેબુબા મુફ્તી

અમે અમરનાથ યાત્રાના સમર્થક પણ કાશ્મીરીઓને થાય છે પરેશાની - મહેબુબા મુફ્તી

મહેબુબાએ હુર્રિયત નેતાઓ સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું

 • Share this:
  જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ અમરનાથ યાત્રાને લઈને મોટું નિવેદન કર્યું છે. મહેબુબાએ કહ્યું હતું કે અમે અમરનાથ યાત્રાનું સમર્થન કરીએ છીએ પણ સુરક્ષાના નામે કાશ્મીરીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  આ દરમિયાન મહેબુબાએ હુર્રિયત નેતાઓ સાથે વાતચીતનું પણ સમર્થન કર્યું છે. મહેબુબાએ કહ્યું હતું કે હુર્રિયતના ઉદારવાદી જુથ વાતચીત માટે તૈયાર છે. જો હુર્રિયતના નેતા વાતચીત માટે તૈયાર છે તો કેન્દ્ર સરકારે આ તકનો ઉપયોગ કરવો જોઈએ. સરકારે હુર્રિયત નેતાઓ સાથે વાતચીત શરુ કરવી જોઈએ.

  આ પણ વાંચો - બીજેપીના દબાણના કારણે બહાર થયો શમી : પાકિસ્તાન એક્સપર્ટ

  પ્રથમ 5 દિવસમાં 67,000થી વધારે શ્રદ્ધાળુઓએ કરી અમરનાથ યાત્રા
  બાબા અમરનાથ યાત્રાના પાંચમાં દિવસે 16,745 શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં શિવલિંગના દર્શન કર્યા હતા. આ સાથે પ્રથમ પાંચ દિવસમાં 67,000થી વધારે તીર્થયાત્રીઓએ અમરનાથની યાત્રા કરી છે. હવે શનિવારે 5124 યાત્રીઓનો એક જથ્થો જમ્મુથી પવિત્ર ગુફા માટે રવાના થયો છે.

  અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરુ થઈ છે. 45 દિવસીય હિન્દુ તીર્થયાત્રા 15 ઓગસ્ટે શ્રાવણ મહિનાની પૂનમે પુરી થશે.
  Published by:Ashish Goyal
  First published: