મહારાષ્ટ્ર : BJPમાં મંથન, દેવડાએ કહ્યું, કોંગ્રેસ-NCPને સરકાર બનાવવા રાજ્યપાલ આમંત્રણ આપે

News18 Gujarati
Updated: November 10, 2019, 3:09 PM IST
મહારાષ્ટ્ર : BJPમાં મંથન, દેવડાએ કહ્યું, કોંગ્રેસ-NCPને સરકાર બનાવવા રાજ્યપાલ આમંત્રણ આપે
કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ રાજ્યપાલને કોંગ્રેસ એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની અપીલ કરી છે.

કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ રાજ્યપાલને કોંગ્રેસ એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની અપીલ કરી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : મહારાષ્ટ્રમાં (Maharastra) રચાયેસા ઘમાસાણ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસનાં (Devendra Fadnavis) ઘર 'વર્ષા'માં ભાજપ કોર ગ્રુપ બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં સામેલ થવા માટે બીજેપીનાં ઘણાં મોટા નેતા સીએમનાં ઘરમાં ભેગા થયા છે. બેઠકમાં વિનોદ તાવડે, આશીષ શેલાર, ગિરીશ મહાજન જેવા વરિષ્ઠ નેતા હાજર છે. જ્યારે શિવસેનાનાં નેતા સંજય રાઉતે રવિવારે કહ્યું હતું કે, જો મહારાષ્ટ્રમાં કોઇ સરકાર બનાવી શકે નહીં તો અમે અમારી આગામી રણનીતિ સામે મુકીશું.

જ્યારે બીજી તરફ કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ રાજ્યપાલને કોંગ્રેસ એનસીપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાની અપીલ કરી છે. તેમણે રવિવારે ટ્વિટ કરીને કહ્યું છે કે, 'બીજેપી શિવસેનાએ સરકાર બનાવવાની ના પાડી દીધી છે. આવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રનાં રાજ્યપાલને પ્રદેશનાં બીજા સૌથી મોટા ગઠબંધન એનસીપી-કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવા જોઇએ.'

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની જવાબદારી માટે અમે તૈયાર, કોંગ્રેસ સાથે દુશ્મની નથી : શિવસેના

બીજી તરફ મુંબઇ સ્થિત માતોશ્રી નિવાસની બહાર એક પોસ્ટર લગાવી દીધું છે. આ પોસ્ટરમાં લખ્યું છે, 'મહારાષ્ટ્રને સીએમ તરીકે ઉદ્ધવ ઠાકરેની જરૂર છે.'

એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે, જો મહારાષ્ટ્રમાં ભાજપ શિવસેના સરકાર બનાવે છે તો અમે વિપક્ષમાં બેસીશું. તેમણે કહ્યું કે, જો આ બંન્ને દળ મળીને સરકાર નહીં બનાવે તો અમે કોંગ્રેસની સાથે મળીને મહારાષ્ટ્રની રાજનૈતિક સ્થિતિ પર વિચાર કરશે. મલિકે કહ્યું કે, આ અંગે અમે 12 નવેમ્બરનાં રોજ અમે અમારા ધારાસભ્યો સાથે બેઠક કરીશું. આ પછી જ અમે કોઇપણ નિર્ણય પર આવીશું.
First published: November 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading