મિત્રની પત્નીને લઈને ભાગ્યો યુવક, ચિડવવા માટે કિસ કરતો વીડિયો મોકલ્યો

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક યુવક પોતાના મિત્રની પત્નીને લઇને ફરાર થઈ ગયો

નવીને પોતાની પત્નીને અને મહિલાએ પોતાના પતિને કિસનો વીડિયો બનાવીને મોકલ્યો ત્યારે આ અફેરની ઘટના વિશે બધાને ખબર પડી

 • Share this:
  ઉત્તર પ્રદેશના બાગપતમાં એક યુવક પોતાના મિત્રની પત્નીને લઇને ફરાર થઈ ગયો હતો. આ પછી તેને ચિડવવા માટે આરોપીએ મહિલા સાથે વીડિયો બનાવીને મિત્રને મોકલ્યો હતો. ફરાર થયેલી મહિલા આરોપી સાથે રહે છે તેવી વાત કરી રહી છે. આરોપી યુવક પહેલાથી જ પરણિત છે. હાલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને જેલ મોકલી દીધો છે.

  આ ઘટના બાગપત ક્ષેત્રના ટટીરી વિસ્તારની છે. જ્યાં કેટલાક દિવસ પહેલા નવીન ચૌધરી નામનો યુવક પડોશમાં રહેતી પોતાના મિત્રને પત્નીને લઈને ફરાર થઈ ગયો હતો. બંને સાથે રહેવા લાગ્યા હતા. મહિવા અને આરોપી વ્યક્તિના મતે બંને એકબીજાને પતિ-પત્ની માની ચૂક્યા છે. નવીન પોતાના મિત્રને ત્યાં જતો હતો. આ દરમિયાન નવીનને તેના મિત્રની પત્ની સાથે અફેર શરુ થયું હતું.

  આરોપી નવીન પહેલાથી પરણિત છે અને બે બાળકોનો પિતા છે. જ્યારે મહિલા પણ બે બાળકોની માતા છે. નવીને પોતાની પત્નીને અને મહિલાએ પોતાના પતિને કિસનો વીડિયો બનાવીને મોકલ્યો ત્યારે આ અફેરની ઘટના વિશે બધાને ખબર પડી હતી. વીડિયો જોયા પછી આરોપી નવીનને પત્નીએ હંગામો કરી દીધો હતો અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

  પોલીસે જ્યારે બંનેને બોલાવ્યા તો નવીનની પ્રથમ પત્નીએ સાથે રહેવાની ના પાડી દીધી હતી. જ્યારે નવીન બંનેને સાથે રહેવાની વાત કરી રહ્યો હતો. બીજી તરફ મહિલાનો પતિ પણ તેને સાથે રાખવા તૈયાર નથી. આવા સમયે પોલીસે નવીનને જેલ મોકલી દીધો છે અને મામલો પતાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
  Published by:Ashish Goyal
  First published: