UNHRC માંથી ખાલી હાથે પરત ફરેલા પાકિસ્તાનને ભારતે આપી સલાહ

News18 Gujarati
Updated: September 12, 2019, 7:10 PM IST
UNHRC માંથી ખાલી હાથે પરત ફરેલા પાકિસ્તાનને ભારતે આપી સલાહ
UNHRC માંથી ખાલી હાથે પરત ફરતા પાકિસ્તાનને ભારતે આપી સલાહ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાનની હાલની બધી ગતિવિધિઓને લઈને ભારત તરફથી જવાબ આપ્યો

  • Share this:
ભારતીય વિદેશ મંત્રાલય (Ministry Of Foreign Affairs)ના પ્રવક્તા રવીશ કુમારે પાકિસ્તાન(Pakistan)ની હાલની બધી ગતિવિધિઓને લઈને ભારત તરફથી જવાબ આપ્યો છે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કુલભૂષણ જાધવ (Kulbhushan Jadhav) માટે કાઉન્સલર એક્સેસ (Consular Access)થી લઈને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)માં પાકિસ્તાનના જુઠ સહિત ઘણા મુદ્દા વાત કરી હતી.

રવીશ કુમારે કહ્યું હતું કે ભારત કુલભૂષણ જાધવ માટે પ્રયત્ન કરતું રહેશે. જ્યારે કરતારપુર કોરિડોર(Kartarpur Corridor) ના માધ્યમથી દર્શનાર્થી દર્શન માટે રોજ જઈ શકે. ભારત તે માટે પણ પ્રયત્ન કરશે.

જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિઓ સામાન્ય
જમ્મુ કાશ્મીરની (Jammu-Kashmir)વર્તમાન પરિસ્થિતિઓ વિશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે રાજ્યમાં દવાઓની કોઈ કમી નથી. 95% સ્વાસ્થ્ય કર્મચારી પોતાના કામ પર પરત ફરી ચૂક્યા છે. બેન્કિંગ સુવિધાઓ પણ યોગ્ય રીતે કામ કરી રહી છે. જમ્મુ કાશ્મીરના 92% વિસ્તારમાં હવે કોઈ પ્રતિબંધ નથી.



UNHRCમાં કશું નહીં આવે પાકના હાથમાં
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદમાં પાકિસ્તાન કાશ્મીર (Kashmir)ના મુદ્દાને લઈને ગયું હતું પણ ત્યાં પણ નિરાશા હાથ લાગી છે. આ વિશે રવીશ કુમારે કહ્યું હતું કે UNHRCમાં અમારા પ્રતિનિધિમંડળે આપણો પક્ષ રાખ્યો હતો. આંતરરાષ્ટ્રીય સમુદાય પાકિસ્તાનની અંદર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે પાકિસ્તાનના રોલ વિશે જાણે છે. આટલું જ નહીં રવીશ કુમારે પાકિસ્તાનની મશ્કરી કરતા કહ્યું હતું કે પાકિસ્તાન, જે વૈશ્વિક આતંકવાદનો ગઢ છે. તેના માટે વૈશ્વિક સમુદાય સામે નાગરિક અધિકારોને વિશે બોલવાનું નાટક કરવાની વાત ઘણી સાહસિક રહી હશે. આ મોટી વાત છે. તેમણે સમજી લેવું જોઈએ કે એક જુઠને સતત બોલવાથી તે સાચું થઈ જતું નથી.
First published: September 12, 2019, 7:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading