બહુજન સમાજ પાર્ટી (બીએસપી) સુપ્રીમો માયાવતીએ રવિવારે લખનૌ સ્થિત પોતાના નિવાસસ્થાન પર રાષ્ટ્રીય અધિવેશન બોલાવ્યું હતું. બેઠક દરમિયાન માયાવતીએ ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા. બસપા સુપ્રીમોએ પોતાના ભાઈ આનંદ કુમારને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે ભત્રીજા આકાશ આનંદને નેશનલ કો ઓર્ડિનેટર (રાષ્ટ્રીય સંયોજક)ની જવાબદારી આપી છે. બીએસપી કાર્યકર્તા રામ જી ગૌતમને પાર્ટીના નેશનલ કો ઓર્ડિનેટર બનાવ્યા છે.
દાનિશ અલી લોકસભામાં બસપાના નેતા બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા દાનિશ અલીને લોકસભામાં પાર્ટીના નેતા બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જનતા દળ સેક્યુલરમાંથી બસપામાં સામેલ થયેલા દાનિશ અલીને પાર્ટીએ અમરોહાથી ઉમેદવાર બનાવ્યો હતો. જેણે બીજેપીના કંવર સિંહ તંવરને હરાવી ચૂંટણી જીતી હતી.
પાર્ટીના વિસ્તાર ઉપર પણ ચર્ચા બીએસપી સુપ્રીમોએ બોલાવેલી આ બેઠકમાં પ્રદેશ નેતૃત્વના બધા પદાધિકારીઓ, સાંસદ અને ઝોનલ કો ઓર્ડિનેટર સામેલ થયા હતા. બેઠક દરમિયાન દેશભરમાં બસપાનો વિસ્તાર કરવા, નવી રણનિતી બનાવવા, ઉત્તર પ્રદેસ પેટા ચૂંટણીની તૈયારીઓ અને પાર્ટીમાં ફેરફારને લઈને ચર્ચા થઈ હતી.
ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી સાથે મળીને ચૂંટણી લડ્યા હતા. જોકે બંને પાર્ટીને અપેક્ષા પ્રમાણે પરિણામ મળ્યા ન હતા. બસપાને ઉત્તર પ્રદેશની 80 લોકસભા સીટોમાંથી 10 અને સમાજવાદી પાર્ટીને ફક્ત 5 સીટો પર જીત મળી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર