UPમાં ગઠબંધનના સીટોની જાહેરાત, આ સીટો પર સપા-બસપા મળીને લડશે ચૂંટણી

UPમાં ગઠબંધનના સીટોની જાહેરાત

સપા અને બસપા તરફથી ગુરુવારે જાહેર કરેલ લિસ્ટ પર સપા મુખીયા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીના હસ્તાક્ષર છે

  • Share this:
    લોકસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશમાં સપા-બસપા ગઠબંધનમાં લોકસભાની સીટોની વહેંચણી થઈ ગઈ છે. 37 સીટો ઉપર બસપા અને 37 સીટો ઉપર સમાજવાદી પાર્ટી ચૂંટણી લડશે. સપાએ પોતાના કોટાની એક સીટ રાલોદને આપી છે. સપા અને બસપા તરફથી ગુરુવારે જાહેર કરેલ લિસ્ટ પર સપા મુખીયા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીના હસ્તાક્ષર છે.

    સમાજવાદી પાર્ટીની સીટો
    લિસ્ટ પ્રમાણે પશ્ચિમ અવધસ બુંદેલખંડ અને પૂર્વાંચલમાં સપાને સીટો મળી છે. કૈરાના, મુરાદાબાદ, રામપુર, સંભલ, ગાજિયાબાદ, હાથરસ, ફિરોઝાબાદ, મૈનપુરી, એટા, બદાયુ, બરેલી, પીલિભીત, ખીરી, હરદોઈ, ઉન્નાવ, લખનઉ, ઇટાવા, કનૌજ, કાનપુર, ઝાંસી, બાંદા, કૌશામ્બી, ફુલપુર, અલ્હાબાદ, બારાબંકી, ફૈઝાબાદ, બહરાઇચ, ગોંડા, મહારાજગંજ, ગોરખપુર, કુશીનગર, આઝમગઢ, બલિયા, ચંદૌલી, વારાણસી, મિર્ઝાપુર અને રોબર્ટસગંજ સીટ પરથી સપા ચૂંટણી લડશે.

    આ પણ વાંચો - અર્ધ સૈન્ય દળને હવાઇ માર્ગથી આવન-જાવનને મળી મંજૂરી, શહીદનાં બાળકોને બોર્ડ પરીક્ષામાં રાહત

    બહુજન સમાજ પાર્ટીની સીટો
    સહારનપુર, બિજનૌર, નગીના, અમરોહા, મેરઠ, ગૌતમબુદ્ધનગર, બુલંદશહેર, અલીગઢ, આગરા, ફતેહપુર સિકરી, આંવલા, શાહજહાંપુર, ધૌરહરા, સીતાપુર, મિશ્રિખ મોહનલાલગંજ, સુલ્તાનપુર, પ્રતાપગઢ, ફર્રુખાબાદ, અકબરપુર, જાલૌન, હમીરપુર, ફતેહપુર, અમ્બેડકરનગર, કૈસરગંજ, શ્રાવસ્તી, ડુમરિયાગંજ, બસ્તી, સંતકબીરનગર, દેવરિયા, બાંસગાંવ, લાલગંજ, ઘોસી, સલેમપુર, જૌનપુર, મછલીશહર, ગાજીપુર, ભદોહી સીટ પર બસપા ચૂંટણી લડશે.



    ગંઠબંધનમાં રાલોદના ખાતામાં મથુરા, મુજફ્ફરનગર અને બાગપતની સીટો આવી છે. સપાએ પોતાના કોટાથી એક સીટ રાલોદને આપી છે. ગુરુવારે જયંત ચૌધરીએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનના સમાચારને ફગાવી દીધા હતા. ચૌધરીએ કહ્યું હતું કે રાલોદ સપા અને બસપા ગઠબંધન સાથે જ ચૂંટણી લડશે.
    Published by:Ashish Goyal
    First published: