નવી દિલ્હી: AIIMSમાં લાગી અત્યાર સુધીની સૌથી મોટી આગ

News18 Gujarati
Updated: August 17, 2019, 11:56 PM IST
નવી દિલ્હી: AIIMSમાં લાગી અત્યાર સુધીની સૌથી મોટી આગ
ફાયર બ્રિગેડની 44 ગાડીઓ આગ ઓલવવાના કામમાં લાગી હતી

ફાયર બ્રિગેડની 44 ગાડીઓ આગ ઓલવવાના કામમાં લાગી હતી

  • Share this:
દિલ્હીમાં આવેલી AIIMSના ઇમરજન્સી વોર્ડમાં લાગેલી આગ કાબુમાં કરી લેવામાં આવી છે.  પ્રથમ અને બીજા માળે લાગેલી આગ પાંચમાં માળે પહોંચી ગઈ હતી. ડાયરેક્ટર ફાયરે કહ્યું હતું કે એસી કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થયા પછી આગ વધારે ફેલાઈ હતી. આ આગ સાંજે 5 કલાકે લાગી હતી. આગને કાબુ કરવામાં છ કલાક લાગ્યા હતા. રાહતની વાત એ છે કે આગમાં કોઈ જાનહાની થઈ નથી.

સાંજે આગની ખબર મળ્યા પછી ફાયર બ્રિગેડના કર્મચારી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડની 44 ગાડીઓ આગ ઓલવવાના કામમાં લાગી હતી. બીજા માળે ઇમરજન્સી લેબની પાસે બીસી બ્લોકના તારમાં આગ લાગી હતી.  આગના કારણે ઇમરજન્સી વોર્ડ બંધ કરી દેવામાં આવ્યો હતો.

કંટ્રોલ રુમ - 011-26593308 આ નંબર પરથી એબી વિંગમાં ભરતી દર્દીઓ સંબંધિત જાણકારી મેળવી શકશે.

ઇમરજન્સી વોર્ડના દર્દીઓને બીજા વોર્ડમાં શિફ્ટમાં કરવામાં આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર અન્ય લોકોને ધુમાડાથી બચવા માટે ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા. ઇમરજન્સી વોર્ડમાં વિજળી સપ્લાઇને રોકી દેવામાં આવી હતી.

આ પણ વાંચો - અરુણ જેટલીની હાલત ઘણી ગંભીર, ECMOમાં શિફ્ટ કરવામાં આવ્યા

એમ્સના જે પીસી બ્લોકમાં આગી લાગી હતી તે ક્ષેત્રમાં ડોક્ટરોના ઘણા રુમ અને રિસર્ચ લેબ છે. ફાયર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે તેમને લેન્ડલાઇન નંબર ઉપર લગભગ સાંજે 5 કલાકે ફોન આવ્યો હતો કે એમ્સમાં આગ લાગી છે.કહેવામાં આવે છે કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી છે. આગ લાગવાના કારણે ઇમરજન્સી વોર્ડમાં ઘણો ધુમાડો ફેલાઈ ગયો હતો. આ વર્ષે માર્ચમાં પણ એમ્સના ગ્રાઉન્ડ ફ્લોર પર ઓપરેશન થિયેટરની નજીક આવેલ ટ્રોમા સેન્ટરમાં આગ લાગી હતી.
First published: August 17, 2019, 6:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading