પુલવામા હુમલાનાં શહીદે પુલવામા હુમલાનાં થોડા સમય પહેલાં પત્નીને મોકલ્યો હતો આ VIDEO

News18 Gujarati
Updated: February 23, 2019, 8:55 AM IST
પુલવામા હુમલાનાં શહીદે પુલવામા હુમલાનાં થોડા સમય પહેલાં પત્નીને મોકલ્યો હતો આ VIDEO
આતંકવાદી હુમલાનાં થોડા સમય પહેલાં જ આ વીડિયો મોકલવામાં આવ્યો હતો.

આતંકવાદી હુમલાનાં થોડા સમય પહેલાં જ આ વીડિયો મોકલવામાં આવ્યો હતો.

  • Share this:
જમ્મૂ કાશ્મીર: 14 ફેબ્રુઆરીનાં રોજ પુલવામામાં સૈનિકોની બસ પર થયેલાં ફિદાયીન હુમલામાં 40 જવાન શહિદ થઇ ગયા હતાં. આ ઘટનાથી આખી દુનિયા રોષમાં છે. પણ આ ઘટના પહેલાંનો જ એક વીડિયો શહીદ જવાન સુખજિંદર સિંહે બસમાં બેસીને બનાવ્યો હતો. જેમાં CRPF જવાનો સવાર હતાં. આ વીડિયો શહિદ જવાને તેની પત્નીને મોકલ્યો હતો.

આતંકી હુમલાનાં થોડા સમય પહેલાંનો આ વીડિયો શુક્રવારે સામે આવ્યો હતો. 14 ફેબ્રુઆરીનાં રોજ થયેલાં આ હુમલામાં શહીદ સુખજિંદર સિંહ સવાર હતાં. તે વીડિયો દ્વારા પત્નીને જણાવવા માંગતા હતાં કે તે ડ્યૂટી પર છે. આ વીડિયો તેમને પ્તનીને વોટ્સએપ પર મોકલ્યો હતો.

જે બાદથી CRPFની આ બસ પર હુમલાની ખબર સામે આવી ત્યારથી જ શહીદ સુખજિંદર સિંહની પત્ની બેભાન હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શુક્રવારે જ્યારે તેમને તેમનો મોબાઇલ ચેક કર્યો હતો તેમને આ વીડિયો મેસેજ મળઅયો હતો. આ વીડિયો જોયા બાદ ઘરનો માહોલ વધુ ગમગીન થઇ ગયો છે.

આ પણ વાંચો-
-સર્જિકલ સ્ટ્રાઇકનો ડર! પાકિસ્તાને વધારી જૈશના હેડ ક્વાર્ટર્સની સુરક્ષા
-World Cupમાં ફરીથી પાકને હરાવવાની તક, રમ્યા વગર 2 પોઇન્ટ કેમ આપીએ: સચિન
-પુલવામા હુમલો: ટ્રમ્પની ચિંતા, 'ભારત-પાક વચ્ચે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે'

આપને જણાવી દઇએ કે 14 ફેબ્રુઆરીનાં IED વિસ્ફોટથી CRPF કાફલાની એક બસને નિશાન બનાવવામાં આવી હતી. પુલવામાનાં અવંતીપોરાનાં ગોરીપોરા વિસ્તારમાં CRPFનાં કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.
First published: February 23, 2019, 8:48 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading