Home /News /india /

દલિત સાથે લગ્ન કરનારને મોદી સરકાર આપશે 2.5 લાખ રૂપિયા

દલિત સાથે લગ્ન કરનારને મોદી સરકાર આપશે 2.5 લાખ રૂપિયા

મોદી સરકારે આંતરજાતીય વિવાહને પ્રોત્સાહિત કરવા માટે પાંચ લાખ રૂપિયાની વાર્ષિક આવક મર્યાદાને ખત્મ કરવા માટેનો નિર્ણય કર્યો છે. 2013માં શરૂ કરેલી ડોક્ટર આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રૂ ઈન્ટરકાસ્ટ મેરેજ અંતર્ગત જો કોઈ બિન દલિત વ્યક્તિ દલિત સાથે લગ્ન કરે છે તો તે દંપત્તિને 2.5 લાખ રૂપિયાની મદદ આપવામાં આવે છે. પરંતુ સરકારના આ નિર્ણયમાં પહેલા 2.5 લાખ રૂપિયાની મદદ માત્ર એ જ દંપત્તિને કરવામાં આવતી હતી જેમની વાર્ષિક આવક પાંચ લાખ રૂપિયાથી ઓછી હોય.

ઈન્ડિયન એક્સપ્રેસની ખબર પ્રમાણે ડોક્ટર આંબેડકર સ્કીમ ફોર સોશિયલ ઈન્ટીગ્રેશન થ્રૂ ઈન્ટરકાસ્ટ મેરેજ અંતર્ગત દરેક વર્ષે ઓછામાં ઓછા 500 આંતરજાતીય જોડાને આર્થિક મદદ કરવાનું લક્ષ્ય મુકવામાં આવ્યું હતું. સાથે જ આ તેમના પ્રથમ લગ્ન હોવા જોઈએ અને હિંદુ મેરેજ એક્ટ પ્રમાણે રજીસ્ટર પણ થયું હોવું જોઈએ.

મિનિસ્ટ્રી ઓફ સોશિયલ જસ્ટિસ એન્ડ એપાવરમેન્ટ દ્વારા જારી નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે હવે પાંચ લાખ રૂપિયાની વાર્ષિત આવક નહીં હોય. સાથે જ મંત્રાલયે એવા જોડા માટે આધાર નંબર આપવાનો રહેશે અને આધારને બેંકના ખાતા સાથે જોડવું પણ અનિવાર્ય કરી દીધું છે. મંત્રાલયના એક અધિકારીને કહ્યું કે કેટલાક રાજ્યોમાં આવી સ્કીમ છે અને તેમાં કોઈ વાર્ષિક આવક મર્યાદા નથી. જેમાં કેન્દ્ર સરકારે પણ વાર્ષિક મર્યાદા હટાવવાનો નિર્ણય કર્યો છે.

2015-16માં 522 જોડાએ પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ માત્ર 72 જોડાઓની જ મંજૂરી મળી હતી. જ્યાં 2016-17માં 736માંથી 45ને અને 2017-18માં 409 પ્રસ્તાવ અત્યાર સુધી મળી ચુક્યા છે, પરંતુ સોશિયલ જસ્ટિસ મંત્રાલયે માત્ર 74 જોડાને મંજૂરી આપી છે.
First published:

Tags: Dalit, Marriages

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन