યુપીનાં MLAની દીકરી અને દલિત યુવકે લગ્ન કર્યા, વીડિયો બનાવી સુરક્ષા માંગી

વીડિયોમાં દેખાતી છોકરી બીજેપીનાં બિથરી ચૈનપુરનાં ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતોલની દીકરી 23 વર્ષની સાક્ષી મિશ્રા છે.

વીડિયોમાં દેખાતી છોકરી બીજેપીનાં બિથરી ચૈનપુરનાં ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતોલની દીકરી 23 વર્ષની સાક્ષી મિશ્રા છે.

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : સોશિયલ મીડિયા પર યુપીનાં ધારાસભ્યની દીકરી અને દલિત યુવકનાં લગ્ન પછી એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં બંન્ને પોતાની સુરક્ષા ઇચ્છી રહ્યાં છે. તેમનાં લગ્નની ખરાઇ કરવા માટે તે પંડિતને શોધવામાં આવી રહ્યો છે જેણે લગ્ન કરાવ્યાં છે. પંડિતે લગ્ન અંગે ચોંકાવાનારા ખુલાસા કર્યાં છે. સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહેલો આ મામલો ઉત્તર પ્રદેશનાં બરેલી જિલ્લાનો છે.

  છોકરીનાં લગ્ન કરાવનારા પંડિત વિશ્વપતિ શુક્લાનું કહેવું છે કે આ લગ્ન વકીલોનાં દબાણમાં આવીને કરવામાં આવી છે. પંડિતે કહ્યું કે, 'છોકરો દલિત પરિવારનો છે અને છોકરી સંપન્ન ઘરની છે. વકીલોનાં દબાણમાં આવીને મેં આ લગ્ન કરાવ્યાં છે. આ છોકરીને પણ મેં ઘણી સમજાવી તેને લડ્યો પણ ખરો પરંતુ છોકરીએ મારી વાત માની નહીં. તેણે કહ્યું હું આની સાથે જ લગ્ન કરીશ.'  બીજેપી ધારાસભ્યની છોકરીએ દલિત યુવક સાથે લગ્ન કરીને સોશિયલ મીડિયામાં એક વીડિયો વહેતો કર્યો છે. જેમાં તેઓ કારમાં બેસીને તેમના જીવને ખતરો છે તેમ કહી રહ્યાં છે.

  આ પણ વાંચો : માંડલ પાસે આંતરજ્ઞાતીય લગ્ન કરનાર દલિત યુવકની નિર્મમ હત્યા

  વીડિયોમાં દેખાતી છોકરી બીજેપીનાં બિથરી ચૈનપુરનાં ધારાસભ્ય રાજેશ મિશ્રા ઉર્ફ પપ્પૂ ભરતોલની દીકરી 23 વર્ષની સાક્ષી મિશ્રા છે. તેની સાથે અજીતેશ કુમાર જે દલિત છે તે તેના પતિ છે. સાક્ષી બરેલીનાં એસએસપી મુનિરાજ પાસે બંન્નેની સુરક્ષાની મદદ માંગી રહી છે. ધારાસભ્યનાં ગુંડા અને રાજીવ રાણા નામનો તેમનો મિત્ર બંન્નેની પાછળ પડ્યાં છે. તેઓ વીડિયોમાં કહી રહ્યાં છે કે આ લોકો અમને બંન્નેને મારી નાંખશે.
  Published by:Kaushal Pancholi
  First published: