મરાઠી પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ભાષામાં વિગતો છપાતા મહારાષ્ટ્રમાં ઉહાપોહ મચ્યો

News18 Gujarati
Updated: July 14, 2018, 1:52 PM IST
મરાઠી પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ભાષામાં વિગતો છપાતા મહારાષ્ટ્રમાં ઉહાપોહ મચ્યો
મરાઠી ભાષાના પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ભાષામાં વિગતો છપાતા આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભામાં ગાજ્યો હતો

  • Share this:
મરાઠી ભાષાના પાઠ્યપુસ્તકમાં ગુજરાતી ભાષામાં વિગતો છપાતા આ મામલો મહારાષ્ટ્ર વિધાનસભામાં ગાજ્યો હતો અને મરાઠી માનુસમાં ઉહાપોહ મચી ગયો હતો.

મહારાષ્ટ્રમાં વિરોધપક્ષે આ મુદ્દે વિધાનસભા ગજવી હતી અને કહ્યુ હતુ કે, મહારાષ્ટ્રની શાળાઓમાં જે મરાઠી ભાષામાં પાઠ્યપુસ્તકો આપવામાં આવે છે તેમાં ગુજરાતી ભાષામાં લખાણો છપાયા છે.

આ પ્રકારની ઘટના આ વર્ષે બીજી વખત બની છે અને ફરી એક વખત મરાઠી વિરુદ્ધ ગુજરાતીની ચર્ચાએ જોર પકડ્યુ છે. આ પહેલા પણ માર્ચ મહિનામાં, મહારાષ્ટ્ર વિધાનસભામાં ગવર્નરનુ વક્તવ્ય ગુજરાતી ભાષા છપાયુ હતુ. આ મુદ્દે વિરોધ પક્ષે વોક આઉટ કર્યો હતો.

નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એન.સી.પી)ના સભ્ય સુનિલ તતકરેએ વિરોધ કરતા જણાવ્યુ કે, પાઠ્યપુસ્તકમાં બે પાનાં ગુજરાતા ભાષામાં છપાયા છે. આ વિરોધમાં વિરોધ પક્ષ જોડાઇ ગયો અને સત્તાધારી ભાજપ સામે સુત્રોચાર કર્યા હતા.

ભાજપના મંત્રી ચંન્દ્રકાંત પાટિલે જણાવ્યુ કે, આ આરોપો પાયા વિહાણા છે અને જણાવ્યુ કે, કોઇ પાઠ્યપુસ્તક ગુજરાતીમાં છપાયા નથી. એ કદાચ બાઇન્ડીગ ભૂલ હશે. પાટિલે ટટકરે પર આરોપ લગાવતા કહ્યુ કે, તેમણે આ બે ગુજરાતી પાના ચોટાડીને રાજકિય લાભ ખાટવાનો પ્રયાસ કર્યો છે.

જો કે, ટટકરેએ આ પાઠ્યપુસ્તરની કોપી વિધાનસભા ગૃહમાં ઉછાળી હતી અને સત્તા પક્ષને ચેલેન્જ કરી કે, જો તે તેમને ખોટા ઠેરવે તો પોતે આત્મહત્યા કરી લેશે. મામલો ગરમ થતા વિધાનસભા મુલતવી રાખવામાં આવી હતી. 

આ પાઠ્યપુસ્તકોનું છાપકામ અમદાવાદમાં થયુ હતું અને તેના પર મહારાષ્ટ્રનો સ્પેમ્પ છે. વિરોધ પક્ષે સત્તાધારી પક્ષ પર આરોપ લગાવતા કહ્યુ કે, નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ગુજરાતીઓને પંપાળવા માટે આવુ કર્યુ છે.
First published: July 14, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading