આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે : મનસુખ માંડવિયા

News18 Gujarati
Updated: July 5, 2019, 6:51 PM IST
આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે : મનસુખ માંડવિયા
આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે : મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ બજેટમાં 'ઇઝ ઓફ લીવીંગ' પર ભાર મુકેલ છે

  • Share this:
વર્ષ 2019-20 માટે સરકારના બજેટ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ બજેટ 'ટોકન એપ્રોચથી ટોટલ એપ્રોચ' તરફ જઇને આવનારી પેઢીઓને ધ્યાને રાખીને બનાવવામાં આવેલુ બજેટ છે.આ બજેટમાં આવનારી પેઢીઓને ધ્યાને રાખી નવા ભારતનું સ્વપ્ન સાકાર કરવા દીશા નક્કી કરવામાં આવેલ છે. દેશમાં આર્ટીફિસીયલ ઇન્ટેલીજન્સી,ઇન્ટરનેટ ઓફ થીંગ્સ, લેસ-કેશ ઇકોનોમી, ઇલેક્ટ્રીસીટી માટે વન નેશન - વન ગ્રીડ, વોટર ગ્રીડ, રેલ ગ્રીડ, રોડ ગ્રીડ, સ્વચ્છ ભારત, પર્યાવરણ બચાવવાના પગલા, ઝીરો બજેટ ફાર્મીંગ, ક્લીન ઇકોનોમી આ તમામ પગલાં એક એવા ભારતનું નિર્માણ કરશે જેના માટે દરેક ભારતીયએ સ્વપ્ન સેવ્યું છે.

મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ બજેટમાં 'ઇઝ ઓફ લીવીંગ' પર ભાર મુકેલ છે. ટોટલ એપ્રોચથી દેશના દરેક નાગરિક/પરિવારને વર્ષ-2022 સુધીમાં આવાસની સુવિધા સાથે વિજળી, રાંધણ ગેસ, ટોઇલેટ, પાણીની સુવિધા, મળે તે માટે જોગવાઈ કરેલ છે. ઇઝ ઓફ લીવીંગમાં, આથી આગળ વધીને સરકારી કામકાજમાં ઓનલાઇન ટેકનોલોજી, ઇન્કમટેક્ષ ઓફીસમાં ફેસલેસ કાર્યવાહી, જાહેર સુવિધામાં જેવી કે, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, વિગેરે સુવિધામાં બદલાવ લાવીને લોકજીવનની ગુણવત્તા સુધારવા કામ કરવામાં આવી રહેલું છે. આ બજેટમાં 'વુમન ડેવલોપમેન્ટ'ના સ્થાને 'વુમન લેડ ડેવલોપમેન્ટ'ની વાત કરવામાં આવી છે, તથા અનેક પગલાં ઉઠાવીને દેશનાં વિકાસ અને અર્થતંત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા પર જોર આપીને મહત્વની જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો - સામાન્ય બજેટ : નવા ઘરની ખરીદી પર રૂપિયા 3.5 લાખ સબસિડી મળશે

તેમણે કહ્યું હતું કે આજે પુરા વિશ્વમાં ભારતનો પ્રભાવ વધી રહ્યો છે. 192 દેશમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી, 40 થી વધુ દેશનાં ટોચનાં ગાયકો દ્વારા ગાંધી- 150 નિમીત્તે વૈષ્ણવજન ભજન ગાઇને અપાઇ રહેલી શ્રદ્ધાંજલિ વગેરે ભારતનો વિશ્વમાં વધતો પ્રભાવ દર્શાવે છે. ભારતની વિશ્વમાં હાજરી વધે તે માટે 5 દેશમાં નવી એમ્બેસી ખોલવામાં આવી રહી છે. આવા પાયાના મહત્વના નિર્ણયોથી ભવિષ્યનું નવું ભારત 'સશક્ત ભારત' બનશે, સ્વચ્છ અને ગ્રીન ભારત બનશે તેમાં કોઈ શંકા નથી.
First published: July 5, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...