Home /News /india /

મનોજ તિવારીએ FIRમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બનાવ્યા આરોપી

મનોજ તિવારીએ FIRમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બનાવ્યા આરોપી

મનોજ તિવારી અને આપનાં કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી

ભાજપનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ એફઆઈઆરમાં કેજરીવાલને પણ બનાવ્યા છે આરોપી

    નવીદિલ્હી: રાજધાનીમાં સિગ્નેચર બ્રિજનાં ઉદઘાટન દરમિયાન થયેલી બબાલ બાદ દાખલ કરવામાં આવેલી FIRમાં દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ પણ સામેલ છે. ભાજપનાં દિલ્હી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ FIRમાં કેજરીવાલને પણ આરોપી બનાવ્યા છે.

    આપને જણાવી દઈએ કે, 4 નવેમ્બરે સિગ્નેચર બ્રિજનાં ઉદઘાટન દરમિયાન મનોજ તિવારી સિગ્નેચર સાઈટ પર વિરોધ કરવા પહોંચ્યા હતાં. જ્યાં દિલ્હી પોલિસ અને આમ આદમીનાં કાર્યકર્તાઓએ તેમને મંચ પર ચઢતા રોક્યા હતા. આ દરમિયાન મનોજ તિવારી અને આપનાં કાર્યકર્તાઓ વચ્ચે ધક્કા-મુક્કી થઈ હતી. ત્યારબાદ મનોજ તિવારીએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવવાની ધમકી પણ આપી હતી.

    આ આખી ઘટના પહેલાં દિલ્હીમાં નવનિર્મિત સિગ્નેચર બ્રિજ પર કિન્નરોનાં નિર્વસ્ત્ર થવાનો વીડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે મામલે પોલીસે સાર્વજનિક સ્થાન પર અશ્લીલ હરકત કરવાનાં મુદ્દે ફરિયાદ નોંધી હતી. પોલીસનાં એક ટોચનાં ઓફિસરે બુધવારે કહ્યું કે, "સાર્વજનિક સ્થાન પર અશ્લીલ હરકત કરવાનાં મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે. અને મામલાની તપાસ ચાલુ છે."

    તેમણે વધુમાં ઉમેર્યુ હતુ કે, પોલીસે સિગ્નેચર બ્રિજ પર સુરક્ષાને મજબૂત કરી છે. અગાઉ કેટલાક લોકોએ આક્ષેપ કર્યો હતો કે બ્રિજ પર પોલીસની હાજરી પૂરતી નથી. આ ઘટનાનો કથિત વિડિયો દર્શાવે છે કે કિન્નર સિગ્નેચર બ્રિજ પર તેમના કપડાં ઉતારી રહ્યાં છે અને નૃત્ય કરી રહ્યાં છે. તે જ સમયે ત્યાં આવતાં-જતાં લોકો તેમને જોઈ રહ્યાં હતાં.

    અધિકારીએ કહ્યું કે, પોલીસ ચોક્કસ તારીખની તપાસ કરી રહી છે. સિગ્નેચર બ્રિજ ઉદ્ઘાટન પછી તરત જ ફરવા-ટહેલવા માટેની લોકપ્રિય જગ્યા બની ગઈ છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Files FIR, Manoj Tiwari, Signature bridge matter, અરવિંદ કેજરીવાલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन