મનોહર પર્રિકરની તબિયત ખરાબ, વિશેષ વિમાનથી દિલ્હીની AIIMSમાં લવાયા

News18 Gujarati
Updated: September 15, 2018, 2:37 PM IST
મનોહર પર્રિકરની તબિયત ખરાબ, વિશેષ વિમાનથી દિલ્હીની AIIMSમાં લવાયા
મનોહર પારિકર (ફાઇલ ફોટો)

ગોવાનાં CM મનોહર પર્રિકરનો ઇલાજ એઇમ્સ હોસ્પિટલમાં થઇ રહ્યો છે, થોડા સમયમાં તેમને ચાર્ટેડ વિમાનથી દિલ્હી લઇને આવવામાં આવશે

  • Share this:
 નવી દિલ્હી: લાંબા સમયથી બીમાર પૂર્વ રક્ષા મંત્રી અને ગોવાનાં મુખ્યમંત્રી પર્રિકરનો ઇલાજ દિલ્હીની તૈયારી એમ્સ હોસ્પિટલમાં થઇ રહી છે. પર્રિકરને  ચાર્ટડ વિમાનથી દિલ્હીની AIIMSમાં લાવવામાં આવ્યાં છે.

આપને જણાવી દઇએ કે પર્રિકર 6 સપ્ટેમ્બરનાં જ અમેરિકાથી ઇલાજ કરાવીને ભારત પરત ફર્યા છે. ત્યાં આશરે એક અઠવાડિયા સુધી તેમનું ઇલાજ ચાલ્યુ હતું. તે પહેલાં મુખ્યમંત્રી પર્રિકરે ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ અમિત શાહને અનુરોધ કર્યો હતો કે રાજ્યનું નેતૃત્વ સોંપવાની વૈકલ્પિક વ્યવસ્થા કરાવવામાં આવે.

મનોહર પર્રિકરનાં ઇલાજને લાંબો સમય લાગી શકે છે. તેથી તેમને પાર્ટીમાં કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો અનુરોધ કર્યો હતો. પાર્ટી સાથે જોડાયેલાં સૂત્રોનાં જણાવ્યાં અનુસાર પર્રિકરે ભાજપ અધ્યક્ષ અમિત શાહને ફોન કરીને રાજ્યમાં નેતૃત્વ માટે કોઇ અન્ય વ્યવ્સથા કરવાની વાત કરી હતી.

તેમનાં અનુરોધ બાદ ભાજપ તરફથી હાલમાં પરિસ્થિતિની માહિતી લેવા માટે પાર્ટી મહાસચિવ રામલાલ અને બીએલ સંતોષ કેન્દ્રીય પર્યવેક્ષક મોકલશે. બંને પર્યવેક્ષક અહીંની પરિસ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને આપશે.

પર્રિકરને ગુરુવારે સાંજે કેંડોલિમનાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મુખ્યમંત્રી કાર્યાલયનાં સૂત્રોએ તેમનાં હોસ્પિટલમાં દાખલ થયાની વાતની પુષ્ટિ કરી હતી. પણ તેમણે તેમની તબિયત અંગે કંઇ જ માહિતી આપવાનો ઇન્કાર કર્યો હતો

પર્રિકર (62) આ પહેલાં પણ ઇલાજ માટે અમેરિકામાં ત્રણ મહિના રહ્યાં હતાં. તેમને શું બીમારી છે તે અંગે હજુ સુધી અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું નથી, જોકે સોર્સિસની માનીયે તો તેમને પેન્ક્રેઆટિકની બીમારીનું ઇલાજ ચાલી રહ્યું છે.
First published: September 15, 2018, 10:53 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading