મન કી બાત: પીએમ મોદીએ કહ્યું કેવી રીતે આવ્યો આ કાર્યક્રમનો વિચાર

News18 Gujarati
Updated: November 25, 2018, 11:50 AM IST
મન કી બાત: પીએમ મોદીએ કહ્યું કેવી રીતે આવ્યો આ કાર્યક્રમનો વિચાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડીયો પર 50મી વખત મન કી બાત કરી

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડીયો પર 50મી વખત મન કી બાત કરી હતી. પ્રધાનમંત્રીએ મન કી બાતમાં કહ્યું હતું કે મેં 2014માં જ્યારે પ્રધાન-સેવકના રુપમાં કાર્યભાર સંભાળ્યો હતો ત્યારે મનમાં ઇચ્છા હતી કે દેશની એકતા, ભવ્ય ઇતિહાસ, તેની શુરવીરતા, ભારતની વિવિધતા આપણા સમાજમાં નસ-નસમાં છવાયેલી છે તે બધી વાતોને જન-જન સુધી પહોંચાડવી જોઈએ.

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના દુરના ગામડાંઓથી લઈને મેટ્રો સુધી સુધી, કિશાનોથી લઈને યુવા પ્રોફેશનલ સુધી પહોંચવા માટે મન કી બાતની યાત્રાની શરુઆત થઈ હતી. મોટાભાગના લોકોને લાગે છે કે મન કી બાતનું સૌથી મોટુ યોગદાન એ છે કે આ કાર્યક્રમે સમાજમાં સકારાત્મકની ભાવના વધારી છે. આ માધ્યમથી મોટા પ્રમાણમાં જન-આંદોલનને પ્રોત્સાહન મળ્યું છે.

પીએમે કહ્યું હતું કે જ્યારે મન કી બાત શરુ કરી ત્યારે નક્કી કર્યું હતું કે તેમાં પોલિટિક્સ નહીં હોય, સરકારના વખાણ નહીં હોય. મન કી બાત પરિવારના બધા સદસ્યોને વિશ્વાસ વ્યક્ત કરવા અને તેનો ભાગ બનવા માટે અંતઃકરણપૂર્વક ધન્યવાદ કરું છું. ક્યારેક-ક્યારેક મન કી બાતની મજાક પણ ઉડાડવામાં આવી હતી પણ મારા મનમાં હંમેશા 130 કરોડ દેશવાસીઓ બસ્યા રહે છે. તેમનું મન મારું મન છે. મન કી બાત સરકારી વાત નથી, સમાજની વાત છે.

આ પણ વાંચો - 'કોંગ્રેસમાં મારી સાથે લડવાની હિંમત નથી એટલે હવે માતાને અપશબ્દો બોલે છે': મોદી

પીએમે કહ્યું હતું કે મોદી આવશે અને ચાલ્યો જશે પણ દેશ અટલ રહેશે. આપણી સંસ્કૃતિ અમર રહેશે. 130 કરોડ દેશવાસીઓની નાની-નાની આ કહાનીઓ હંમેશા જીવીત રહેશે. આ દેશને નવી પ્રેરણા અને ઉત્સાહ ઉંચાઈઓ પર લઈ જશે.

કેવી રીતે આવ્યો મન કી બાતનો આઈડિયાપીએમ મોદીએ કહ્યું હતું કે ઘણા લોકો જાણવા માંગે છે કે આ કાર્યક્રમનો વિચાર મારા મનમાં કેવી રીતે આવ્યો. આજે તમારી સાથે આ વાત કરવા માંગું છું. આ વાત 1998ની છે. હું ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાના રુપમાં હિમાચલમાં કામ કરતો હતો. મે મહિનો હતો અને સાંજે સફર કરતો અન્ય સ્થળે જઈ રહ્યો હતો. ત્યાં એક વ્યક્તિએ કહ્યું હતું કે તમને ખબર નથી કે શું? ઘણી ખુશીની વાત છે. તે ઘણો ખુશ હતો. મેં તેને કહ્યું શું થયું. તે બોલ્યો આજે ભારતે બોમ્બ ફોડી દીધો છે. મેં કહ્યું ભારતે બોમ્બ ફોડી દીધો છે. હું કાંઈ સમજ્યો નહીં. તો તેણે કહ્યું હતું કે સાહેબ રેડિયો સાંભળો. રેડિયો પર તેની ચર્ચા ચાલી રહી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે મને આશ્ચર્ય થયું હતું કે આ જંગલના સુમસામ વિસ્તારમાં, એક સામાન્ય માણસ જે ચા ની દુકાન પર પોતાનું કામ કરી રહ્યો છે અને દિવસ ભર રેડિયો સાંભળતો હતો અને રેડિયોની આ ખબર તેના મન ઉપર ઘણી અસર કરી હતી. ત્યારથી મારા મનમાં એક વાત રહી હતી કે રેડિયો જન-જન સાથે જોડાયેલ છે અને રેડિયોની ઘણી મોટી તાકા છે.
First published: November 25, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading