નેહરુની વિરાસત સાથે છેડછાડ ન કરવા મનમોહનસિંઘે PM મોદીને લખ્યો પત્ર

News18 Gujarati
Updated: August 27, 2018, 11:24 AM IST
નેહરુની વિરાસત સાથે છેડછાડ ન કરવા મનમોહનસિંઘે PM મોદીને લખ્યો પત્ર
નરેન્દ્ર મોદી, મનમોહનસિંઘ (ફાઇલ તસવીર)

મનમોહનસિંઘે લખ્યું કે, "નેહરુ ફક્ત કોંગ્રેસના નહીં પરંતુ આખા દેશના છે, એવામાં તીન મૂર્તિ કોમ્પલેક્સ સાથે કોઈ છેડછાટ કરવામાં ન આવે."

  • Share this:
પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના નિવાસસ્થાન રહેલા તીન મૂર્તિ ભવનમાં થનારા સંભવિત બદલાવ અંગે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસ એવો આક્ષેપ લગાવતી રહી છે કે બીજેપી નેહરુની વિરાસતને હટાવવાનું કામ કરી રહી છે. આ સંદર્ભે મનમોહનસિંઘે મોદીને પત્ર લખીને ઐતિહાસિક મૂર્તિ કોમ્પ્લેક્સ અંગે પત્ર લખીને કહ્યું છે કે સરકાર નેહરુના યોગદાનને મીટાવવાનો પ્રયાસ ન કરે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે, મનમોહનસિંઘે પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, નેહરુ ફક્ત કોંગ્રેસના નહીં આખા દેશના છે. આથી તીન મૂર્તિ કોમ્પ્લેક્સ સાથે કોઈ છેડછાડ કરવામાં ન આવે.

નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી(એનએમએમએલ) એ વખતે ચર્ચામાં આવ્યું હતું જ્યારે તીન મૂર્તિ ભવન પરિસરમાં તમામ વડાપ્રધાનો માટે એક સંગ્રહાલય બનાવવાના સરકારના વિચારનો કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસનું માનવું છે કે આ પગલાંથી તીન મૂર્તિ ભવનમાં રાખવામાં આવેલી નેહરુની વિરાસતને ઓછી કરવામાં આવી શકે છે.

મનમોહનસિંઘે ગયા અઠવાડિયે લખેલા પત્રમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો પણ ઉલ્લેખ કર્યો છે. સિંઘે લખ્યું છે કે વાજપેયીએ વડાપ્રધાન પદના છ વર્ષના કાર્યકાળ દરમિયાન એનએમએમએલ અને તીન મૂર્તિ પરિસરમાં કોઈ બદલાવ કરવાનો પ્રયાસ કર્યો ન હતો, પરંતુ અફસોસની વાત છે કે હવે તે ભારત સરકારના એજન્ડાનો ભાગ છે.

મનમોહનસિંઘે અટલ બિહારી વાજપેયીના સંસદમાં આપેલા ભાષણનો ઉલ્લેખ કરતા લખ્યું છે, "આ પ્રકારના નિવાસી ફરી ક્યારેય તીન મૂર્તિની શોભા ન વધારી શકે. તે જીવંત વ્યક્તિત્વ, વિપક્ષને પણ સાથે લઈને ચાલવાનો દ્રષ્ટિકોણ, સજ્જનતા અને તે મહાનતા નજીકના ભવિષ્યમાં ફરી જોવા નહી મળે. વિચારોમાં અંતર હોવા છતાં તેમના મહાન આદર્શો, તેમની ઇમાનદારી, દેશ પ્રત્યે તેમનો પ્રેમ અને તુલના ન થઈ શકે તેવા સાહસ પ્રત્યે સન્માન છે."

મનમોહનસિંઘે લખ્યું છે કે, "એનએમએમએલ ભારતના પ્રથમ વડાપ્રધાન અને ભારતીય રાષ્ટ્ર-રાજ્યના મુખ્ય વાસ્તુકારની સ્મૃતિને સમર્પિત છે, જેમણે આપણા દેશ અને દુનિયા પર એક અવિશ્વસનીય છાપ છોડી છે. તેમની વિશિષ્ટતા અને મહાનતાનો તેમના રાજકીય વિરોધીએ અને તેમના હરીફોએ પણ સ્વીકાર કર્યો છે."
Loading...

"એનએમએમએલનું સ્તર જાળવી રાખવું જોઈએ. સંગ્રાલયે જવાહરલાલ નેહરુ અને સ્વતંત્રતા આંદોલનને પ્રાથમિકતા આપવી જોઈએ, કારણ કે વર્ષ 1920નો દશકો અને વર્ષ 1940ના દશકાના મધ્યમાં લગભગ દશ વર્ષ તેઓ જેલમાં રહ્યા હતા અને મુખ્ય ભૂમિકા નિભાવી હતી. કોઈ પણ સંશોધન તેમની ભૂમિકા અને તેમના યોગદાનને ખતમ ન કરી શકે."

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘે આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે નરેન્દ્ર મોદીને કોંગ્રેસ અથવા અન્ય કોઈ પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ધમકીભરી ભાષાનો ઉપયોગ કરતા રોકવામાં આવે, કારણ કે વડાપ્રધાન પદે રહેલા વ્યક્તિને આવી ભાષા શોભા નથી દેતી.
First published: August 27, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...