ભારતના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે પીએમ નરેન્દ્ર મોદી ઉપર આરોપ લગાવ્યો છે કે તેમણે દેશની અર્થવ્યવસ્થાને ઘણી ચિંતાજનક સ્થિતિમાં લાવીને છોડી દીધી છે. મનમોહન સિંહે કહ્યું હતું કે રોજ-રોજ એક જ વાત કહેવાથી અને નાના-નાના ફેરફારથી લોકો થાકી ચૂક્યા છે અને લોકોના મનમાં એક વિરોધનો ભાવ છે.
તેમણે કહ્યું હતું કે લોકોએ તેમને સત્તાથી બહાર કરવાનું મન બનાવી લીધું છે કારણ કે વર્તમાન સરકાર બધાના વિકાસમાં વિશ્વાસ કરતી નથી અને લોકો વચ્ચે નફરત ઉભી કરીને સરકારમાં બની રહેવા માંગે છે. નોટબંધીને સ્વતંત્ર ભારતનું સૌથી મોટુ કૌભાંડ ગણાવતા કહ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં તમામ ભ્રષ્ટાચાર થયા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપી સરકાર ઉપર બિઝનેસમેન પરિવારોને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો. શનિવારે ગુરુગ્રામમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે મોદીએ નોટબંધીના માધ્યમથી સામાન્ય લોકોના ખિસ્સામાંથી કાઢીને બિઝનેસમેનના ખિસ્સામાં નાખ્યા છે.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે તો પીએમ મોદી સહિત રાફેલ સ્કેમમાં દોષિત બધા લોકોને જેલમાં મોકલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગત લોકસભાની ચૂંટણીમાં મોદી 2જી સ્કેમ અને બીજા કૌભાંડનો હવાલો આપીને સત્તામાં આવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર