Home /News /india /મનમોહનસિંહ કહ્યું, હું નથી ઈચ્છતો કે દેશ મારા પર તરસ ખાય

મનમોહનસિંહ કહ્યું, હું નથી ઈચ્છતો કે દેશ મારા પર તરસ ખાય

ઈલેક્શનના પ્રચારમાં શનિવારે (2 ડિસેમ્બરે) કોંગ્રેસ તરફથી પૂર્વ વડાપ્રધાન ડો મનમોહનસિંહે મોર્ચો સંભાળ્યો અને પીએમ નરેન્દ્ર મોદી પર એક પછી એક ઘણા બધા શાબ્દિક હુમલાઓ કર્યા હતા. ડો મનમોહન સિંહે નરેન્દ્ર મોદી દ્વારા વારંવાર ગરીબીમાં તેમના બાળપણનું ઉલ્લેખ કરવા પર કહ્યું કે, તેઓ ઈચ્છતા નથી કે, તેમના બેકગ્રાઉન્ડને લઈને દેશ તેમના પર તરસ ખાય, સુરતમાં તેમને પત્રકારોને જણાવ્યું કે, હું નથી ઈચ્છતો કે દેશ મારા બેકગ્રાઉન્ડને લઈને મારા પર તરસ ખાય, હું વિચારૂ છું કે, આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સાથે કોઈ કોમ્પિટિશન કરવા માંગીશ નહી.


તે ઉપરાંત મનમોહનસિંહે સુરતમાં નોટબંધીને લઈને ભાજપને આડેહાથે લીધી હતી. તેમને જણાવ્યું કે, 8 નવેમ્બર દેશની અર્થવ્યવસ્થા અને લોકતંત્ર માટે કાળો દિવસ હતો. પૂર્વ પીએમ મનમોહન સિંહ કહ્યું કે, હું 100થી વધારે તે લોકોને યાદ કરૂ છું કે, જેઓ પૈસા લેવા માટે લાઈનમાં ઉભા હતા અને તે દરમિયાન તેમનું મોત થઈ ગયું. હું ખુબ જ દુખ અને જવાબદારીથી કહેવા માંગુ છું કે, 8 નવેમ્બર ભારતની ઈકોનોમી અને લોકતંત્ર માટે કાળો દિવસ હતો.


ડો મનમોહન સિંહે પીએમ મોદી દ્વારા દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલની તુલના કરવા પર પણ હુમલો કર્યો હતો. મનમોહન સિંહે કહ્યું કે, નરેન્દ્ર મોદીજી વારંવાર બંને નેતાઓ વિશે વાતો કરે છે પરંતુ તેનાથી કંઈ જ મળવાનું નથી. તેના પર પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ડો મનમોહનસિંહને એક પરિવાર પ્રત્યેની વફાદારીના કારણે ખોટી વાતો પણ બોલવી પડે છે. તે તેમની મજબૂરી છે. જીડીપીના આંકડા હાલમાં જ આવ્યા છે અને તેમના બધા જ પ્રશ્નોના જવાબ મળી ગયા છે.


તેમણે કહ્યું હતું કે, “દેશની વિશ્વમાં છબિને ખરાબ કરતા નિવેદનોને બદલે વડાપ્રધાન મોદીએ લોકોને આકર્ષવા અને મત મેળવવા શાલિન ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.” હાલની કેન્દ્ર સરકારના વિકાસ દર સામે પણ તેમણે સંખ્યાબંધ પ્રશ્નો કરતાં જણાવ્યું હતું કે, “છેલ્લાં ત્રણ વર્ષમાં દેશનો જીડીપી એવરેજ માત્ર 7.3 ટકા હોવાનું જણાવ્યું હતું. લોકસભા ચૂંટણી દરમિયાન 8થી 10 ટકા ગ્રોથની વાતો કરાઈ હતી. હકીકતમાં વિકાસ 7.3 ટકાથી આગળ વધ્યો નથી. યુપીએ એક અને બેના કાર્યકાળ દરમિયાન આ રેટ 7.8 ટકા હતો.


ચાલુ વર્ષના પહેલાં ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 5.7 ટકા હતો જે જુલાઈથી સપ્ટેમ્બરમાં વધીને 6.3 ટકા થયો એ ખુશીની વાત છે. પરંતુ અગાઉના પાંચ ક્વાટરમાં રિવર્સ ટ્રેન્ડ પણ જોવા મળ્યો છે. એટલે આ દર કેટલો જળવાઈ રહે છે એ કહેવા માટે રાહ જોવી પડે એમ છે.” તેંમણે બીજા ત્રિમાસિક ગાળામાં ઉત્પાદન ક્ષેત્રે નોંધાયેલી મજબૂતી ઉપરની ટિપ્પણી દરમિયાન અર્થશાસ્ત્રી એમ. ગોવિંદા રાવને ટાંકતા ઉમેર્યું હતું કે, “જીડીપીના આંક બહાર પાડતી સી.એસ.ઓ દ્વારા દેશના અર્થતંત્રમાં 30 ટકાનો હિસ્સો ધરાવતા નોટબંધી અને GSTને કારણે થયેલી ગંભીર અસર આ GDPમાં ધ્યાને નથી લેવાઈ.”


તેમને જણાવ્યું હતું કે, “આ GDP આંકમાં સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમાં કોર્પોરેટ એકમના ઉત્પાદનને ધ્યાનમાં લેવાયો છે. પરંતુ GSTને કારણે નાના અને મધ્યમ ઉદ્યોગોને સૌથી વધુ અસર પડી છે, તેને ધ્યાનમાં સુદ્ધાં લેવાયું નથી. આ બંને ક્ષેત્રોની સંખ્યાબંધ ચિંતાઓ આજે પણ અકબંધ છે. જ્યારે કૃષિ ક્ષેત્રના ઉત્પાદનમાં પણ 1.7 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે.”


GDP મુદ્દે ગંભીર અનિશ્રિતતા હોવાનું જણાવતા પૂર્વ પ્રધાન મંત્રીએ જણાવ્યું હતું કે, “ખુદ રિઝર્વ બેંક દ્વારા આગામી વર્ષ 2017-18માં GDP વધીને 6.7 ટકા રહેવાની શકયતા વ્યકત કરી છે અને જો આ દર મળે તો પણ એન.ડી.એ. સરકારનો ચાર વર્ષનો દર 7.1 ટકાથી વધતો નથી. જ્યારે યુપીએના પાંચ વર્ષ બાદથી જ આ દરક 10.6 ટકા રહ્યો હતો. સરકારના પ્રવકતાઓ આઠ ટકા સુધી દર જવાની વાત કરે છે પરંતુ એ થાય તો પણ એન.ડી.એ. સરકારનો વિકાસ દર 7.2 ટકાથી આગળ વધતો નહીં હોવાનું તેમણે જણાવ્યું હતું.” વિકાસ દરને જાળવી રાખવા માટે પ્રાઈવેટ રોકાણમાં વધારો કરવાની જરૃર હોવાનું જણાવતા તેમણે આશા વ્યકત કરી હતી કે, મોદીજી આ ઘટી રહેલા ટ્રેન્ડ ઉપર વિચાર કરશે.


તે ઉપરાંત મનમોહનસિંહે ભારતીય ઈકોનોમીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેની સાથે  ગુજરાત સાથે અન્યાય કરવાના  ભાજપે લગાવેલા આરોપો તેમને ફગાવી દેતા જણાવ્યું હતું કે, ગુજરાતને અન્યાય કર્યાની વાત સત્યથી ઘણી બધી દૂર છે.


જણાવી દઈએ કે, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ શુક્રવારે મનમોહનસિંહના વખાણ કર્યા હતા. ઓબામાંએ કહ્યું કે, 2008ના નાણાકિય સંકટના ખરાબ પરિણામો સામે ટક્કર લેવામાં મનમોહનસિંહે ઘણો મોટો સહયોગ આપ્યો હતો. હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશિપ સંમેલનમાં ઓબામાએ કહ્યું, (મનમોહન) સિંહ અમારા મુખ્ય ભાગીદાર હતા, જ્યારે અમે નાણાકિય મંદી (મહામંદી) 2008 દરમિયાન અમે કામ કરી રહ્યાં હતા. તેમને સિંહને એક સારા દોસ્ત ગણાવતા કહ્યું કે, તેમને આધુનિક ભારતીય વ્યવસ્થાનો પાયો નાંખ્યો છે.
First published:

Tags: Assembly election 2017, Ex PM Manmohan Singh, Gujarat Election 2017, Naredndra modi

विज्ञापन
विज्ञापन