Home /News /india /

મનમોહન સિંઘ એક્સિડેન્ટલ નહીં પણ એક સફળ વડાપ્રધાન હતા: શિવસેનાનો કાંકરીચાળો

મનમોહન સિંઘ એક્સિડેન્ટલ નહીં પણ એક સફળ વડાપ્રધાન હતા: શિવસેનાનો કાંકરીચાળો

ડો. મનમોહન સિંઘ, પૂર્વ વડાપ્રધાન

શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સામે કાંકરીચાળો કરતા કહ્યું કે, મનમોહન સિંઘ એક્સિડેન્ટલ વડાપ્રધાન નહીં પણ એક સફળ વડાપ્રધાન હતા

    મુંબઇ: શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી સામે કાંકરીચાળો કરતા કહ્યું કે, મનમોહન સિંઘ એક્સિડેન્ટલ વડાપ્રધાન નહીં પણ એક સફળ વડાપ્રધાન હતા.

    અત્રે ઉલ્લેખનીય છે કે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘનાં જીવન પર આધારિત એક્સિડેન્ટર પ્રાઇસ મિનીસ્ટર નામની ફિલ્મ રિલીઝ થવા થઇ જઇ રહી છે. અનુપમ ખેર તેમનો રોલ ભજવી રહ્યા છે. આ ફિલ્મને લઇને ભાજપ ઉત્સાહમાં છે પણ શિવસેનાએ આ બહાને ભાજપ પર ટોણો માર્યો હતો. શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યું કે, જો કોઇ વડાપ્રધાન 10 વર્ષ દેશનો વહીવટ કરે છે તો તેમને લોકો માન આપે છે. હું તેમને એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર તરીકે જોતો નથી. નરસિમારાવ પછી ભારત સફળ વડાપ્રધાન તરીકે મનમોહનસિંઘ મળ્યા હતા. તેઓ એક સફળ વડાપ્રધાન હતા”

    શિવ સેના ભારતીય જનતા પાર્ટીનો સાથી પક્ષ છે. એક્સિડેન્ટલ પ્રાઇમ મિનીસ્ટર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ચુક્યુ છે અને તેની ઘણી બધી ટિકાઓ થઇ રહી છે. કોંગ્રેસનાં ઘણા નેતાઓએ તેનો વિરોધ કર્યો છે અને એવો આક્ષેપ લગાવ્યો છે કે, તેમા મનમોહન સિંઘને ખરાબ રીતે ચિતરવામાં આવ્યા છે. આ ઉપરાંત, આ ફિલ્મમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ખરાબ રીતે દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મ 11 જાન્યુઆરી 2019નાં રોજ રિલીઝ થવાની છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Shiv sena, Sonia Gandhi, અનુપમ ખેર, ભાજપ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन