નકલી CBI અધિકારી બની રમકડાંની બંદુકથી મણિપુરના CMના ભાઈનું અપહરણ કર્યું

News18 Gujarati
Updated: December 14, 2019, 10:47 PM IST
નકલી CBI અધિકારી બની રમકડાંની બંદુકથી મણિપુરના CMના ભાઈનું અપહરણ કર્યું
એન બિરેન સિંહ મણિપુરના મુખ્યમંત્રી છે. તેમના ભાઈ કોલકાતામાં રહે છે

પાંચ લોકો મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહના ભાઈ તોંગબ્રામ લુખોઈ સિંહના એપાર્ટમેન્ટમાં ઘુસી ગયા હતા અને તેમનું અપહરણ કરી લીધું

  • Share this:
કોલકાતા : નકલી CBI અધિકારી બની રમકડાંની બંદુકથી મણિપુર(Manipur)ના મુખ્યમંત્રીના ભાઈનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. પોતાને સીબીઆઈના (CBI)અધિકારી બતાવી પાંચ લોકો મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ (N Biren Singh)ના ભાઈ તોંગબ્રામ લુખોઈ સિંહના એપાર્ટમેન્ટમાં ઘુસી ગયા હતા અને તેમનું અપહરણ કરી લીધું હતું. પોલીસે શનિવારે આ જાણકારી આપી હતી. જોકે પોલીસે થોડાક કલાકોમાં જ તેમને છોડાવ્યા હતા અને પાંચ આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે શનિવારે જણાવ્યું હતું કે પાંચ લોકો રમકડાંની બંદુક લઈને ન્યુ ટાઉન વિસ્તારમાં લુખોઈ સિંહના ભાડાના મકાનમાં ઘુસી ગયા હતા. તેમણે સીએમના ભાઈ અને એક સહયોગીનું અપહરણ કરી લીધું હતું. આ પછી આરોપીઓએ લુખોઈ સિંહની પત્નીને ફોન કર્યો હતો અને 15 લાખ રુપિયાની ખંડણી માંગી હતી.

આ પણ વાંચો - સાવરકર પર કૉંગ્રેસ અને શિવસેના આમને-સામને, સંજય રાઉતે રાહુલને કહ્યું- તે દેશના દેવતા

એક વરિષ્ઠ પોલીસ અધિકારીના મતે તોંગબ્રામ લુખોઈ સિંહની પત્નીની ફરિયાદ પર પોલીસ હરકતમાં આવી હતી. જેમાં સાંજે જ બંનેને છોડાવ્યા હતા અને મધ્ય કોલકાતાના બનિયાપુકુરથી પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી. પાંચ આરોપીઓમાં બે મણિપુરના, બે કોલકાતાના અને એક પંજાબનો રહેવાસી છે. આરોપીઓના રહેઠાણ પર છાપામારી દરમિયાન તેમની પાસેથી બે વાહન, ત્રણ રમકડાંની બંદુક અને બે લાખ રુપિયા રોકડા મળી આવ્યા હતા.

પોલીસ અધિકારીએ કહ્યું હતું કે આ પૈસા માટે અપહરણ લાગે છે. આરોપી મણિપુરના કોઈ વ્યક્તિ માટે કામ કરી રહ્યા હતા. તે જ વ્યક્તિએ આ ષડયંત્ર રચ્યું છે. પોલીસ પાંચેયની પુછપરછ કરી રહી છે. કોલકાતાના બે આરોપીઓનો પહેલા પણ અપરાધિક રેકોર્ડ છે.
First published: December 14, 2019, 10:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading