મહિલા શારીરિક સંબંધ બાંધવા સતત કરી રહી હતી દબાણ, યુવકે કર્યો આપઘાત!

પ્રતિકાત્મક તસવીર

સુસાઇડ નોટ પ્રમાણે મહિલા તેને પરેશાન કરતી હતી, તેમજ તેની સાથે શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરતી હતી.

 • Share this:
  મુંબઈઃ પોલીસના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રના પરભાની જિલ્લાના એક વ્યક્તિએ એક મહિલાના ત્રાસથી આપઘાત કરી લીધો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે મહિલા આ પુરુષને સતત તેની સાથે શારીરિક સંબંધ રાખવાની ફરજ પાડી રહી હતી.

  સચિન મિતકારી નામનો પુરુષ પરબાની ખાતે એક હોસ્પિટલમાં કામ કરતો હતો. અહીં તેની સાથે એક મહિલા પણ કામ કરતી હતી. રવિવારે સચિનનો તેના ઘરેથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સચિન પરભાનીના વસંત રોડ ખાતે રહેતો હતો.

  પરભાની મુંબઈથી આશરે 500 કિલોમીટર દૂર આવેલું છે. સચિને આપઘાત કરી લીધાનું જાણ્યા બાદ પાડોશીઓએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સચિનનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

  પોલીસને તેના ઘરેથી એક સુસાઇડ નોટ પણ મળી છે. સુસાઇડ નોટમાં સચિને પોતાના આપઘાત માટે મહિલાને દોષિત ગણાવી છે. સુસાઇડ નોટ પ્રમાણે મહિલા તેને પરેશાન કરતી હતી, તેમજ તેની સાથે શારીરિક સંબંધો રાખવા માટે દબાણ કરતી હતી.

  સચિને સુસાઇડ નોટમાં લખ્યું છે કે, મહિલા બહુ સારી રીતે જાણતી હતી કે તે પરિણીત છે. આમ છતાં તે સતત તેની સાથે શારીરિક સંબંધ રાખવાની માંગણી કરતી હતી.

  પોલીસ અધિકારીએ સુસાઇડનોટના હવાલેથી જણાવ્યું હતું કે, મહિલાએ સચિનને ક્રિમિનલ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપી હતી. આ કેસમાં પોલીસે મહિલા સામે આપઘાત માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published: