લવ જેહાદના નામે રાજસ્થાનમાં યુવકને જીવતો સળગાવી દીધો, Video વાયરલ

લવ જેહાદના નામે રાજસ્થાનમાં યુવકને જીવતો સળગાવી દીધો, Video વાયરલ
પહેલા કુલ્હાડીથી વાર કર્યો અને પછી તેને જીવતો સળગાવી દીધો હતો.

પહેલા કુલ્હાડીથી વાર કર્યો અને પછી તેને જીવતો સળગાવી દીધો હતો.

 • Share this:
  રાજસ્થાનના ઉદયપુરમાં લવ જેહાદના નામ પર હત્યા કરવાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે ઉદેયપુરના રાજસમન્દનો છે. વીડિયોમાં એક વ્યક્તિએ બીજા વ્યક્તિ પર પહેલા તો કુલ્હાડીથી વાર કર્યો અને પછી તેને જીવતો સળગાવી દીધો હતો. મૃતકની ઓળખ મોહમ્મદ ભુટ્ટા શેખના નામે થઈ છે.

  વીડિયોમાં 45 વર્ષનો વ્યક્તિ એક યુવકની હત્યા કરી તેના મૃતદેહને સળગાવતો દેખાઇ રહ્યો છે. આ ઘટના રાજસ્થાનની રાજસમંદમાં એક હોટલ પાસેની છે. અડધા બળેલું શરીર ઘટના સ્થળ પરથી મળ્યું છે. પોલીસ આ કેસની તપાસ કરી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઇની ધરપકડ કરવામાં આવી નથી. વીડિયો ક્લિપમાં એક વ્યક્તિ ધમકી આપતો દેખાઇ છે કે જે લવ જેહાદ ખત્મ નહીં થાય તો દરેક ભારતીયને આ પ્રકારની ભયાનક સ્થિતિનો સામનો કરવો પડશે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે વીડિયોમાં જે વ્યક્તિના શબને સળગાવતો દેખાઈ છે તેનું શરીર અડધું બળેલું મળ્યું છે. મર્ડરનો આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.  આ મામલામાં રાજસમંદ પોલિસ હવે વધુ તપાસમાં જોડાઈ છે પરંતુ હજી ઓરોપીની ધરપકડ થઈ શકી નથી.
  Published by:News18 Gujarati
  First published:December 07, 2017, 11:16 am

  ટૉપ ન્યૂઝ