વિમાનમાં ફ્લાઇટ એટેન્ડેન્ટને ખોટી રીતે સ્પર્શ કરતા યુવક પહોંચ્યો જેલ

વિમાનમાં ફ્લાઇટ એટેન્ડેન્ટને ખોટી રીતે સ્પર્શ કરતા યુવક પહોંચ્યો જેલ
પ્રતિકાત્મક તસવીર

28 વર્ષના યુવકની બેંગલુરુ ખાતે ઇન્ડિગોના વિમાનમાં ફ્લાઇટ એટેન્ટેન્ટની શારીરિક છેડતી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી.

 • Share this:
  મુંબઈઃ ઇન્ડિગોની 20 વર્ષીય ફ્લાઇટ એટેન્ડેન્ટની છેડતી કરવાના આરોપમાં પોલીસે 28 વર્ષના એક યુવકની ધરપકડ કરી લીધી છે. આ ફ્લાઇટ બેંગલુરુથી મુંબઈ માટે રવાના થવાની હતી. ફ્લાઇટ જ્યારે મુંબઈ માટે રવાના થવાની તૈયારીમાં હતી ત્યારે જ યુવકે તેની સીટની બાજુમાંથી પસાર થઈ રહેલી 20 વર્ષની એટેન્ડેન્ટની શારીરિક છેડતી કરી હતી.

  પોલીસના જણાવ્યા પ્રમાણે યુવક રાજુ ગનગપ્પા બેંગલુરુનો નિવાસી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે એટેન્ડેન્ટ જ્યારે યુવકની બાજુમાંથી પસાર થઈ ત્યારે તે કાબૂ ગુમાવી બેઠો હતો અને તેના બમ્પને ખોટી રીતે સ્પર્શ કર્યા હતા અને તેને દબાવ્યા હતા. એટેન્ડેન્ટે જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે યુવકે તેની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેને અપશબ્દો કહ્યા હતા. આ બનાવ મંગળવારે બન્યો હતો.  યુવતીએ આ અંગેની ફરિયાદ પોતાના ઉપરી અધિકારીને કરી હતી. બાદમાં આ પેસેન્જરને તેના સામાને સાથે ફ્લાઇટમાંથી નીચે ઉતારી મૂકવામાં આવ્યો હતો. એરપોર્ટના સ્ટાફે તેને સેન્ટ્ર્લ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઈએસએફ)ને સોંપી દીધો હતો. બાદમાં એરપોર્ટ પોલીસે યુવકને કસ્ટડીમાં લીધો હતો.

  ગનગપ્પા સામે આઈપીસીની કલમ 354 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. ધરપકડ બાદ રાજુને બુધવારે મુંબઈની કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ કેસમાં વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઇન્ડિગો તરફથી આ બનાવ અંગે કોઈ જ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
  Published by:News18 Gujarati
  First published:October 19, 2018, 08:30 IST