Home /News /india /

લોકસભા 2019ની ચૂંટણી માટે મમતા બેનર્જીનો ' મોદી સ્ટાઈલ'માં પ્રચાર

લોકસભા 2019ની ચૂંટણી માટે મમતા બેનર્જીનો ' મોદી સ્ટાઈલ'માં પ્રચાર

પ્રતિકાત્મક તસવીર

  ન્યૂઝ 18 ગુજરાતી: આજકાલ ગુજરાત અને બંગાળની સ્થિતિ સરખી હોય તેવું જણાઈ રહ્યું છે. એક બાજુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વાઇબ્રન્ટ ગુજરાતનો આરંભ કરાવ્યો તો બીજી બાજુ મમત બેનર્જીએ શનિવારે સવારે મેગા રેલી કરી.

  ગુજરાત અને બંગાળની પૃષ્ઠભૂમિને જોડતા આ બંને કાર્યક્રમો વચ્ચે અંતર એટલું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત આર્થિક સમિટ છે જ્યારે મમતની રેલી યૂનાઇટેડ ઇન્ડિયા સમિટ સંપૂર્ણપણે રાજનીતિક રેલી હતી.

  આ રેલીના માધ્યમથી મમતા રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું સ્થાન મજબૂત બનાવશે. રેલી માટે મહેમાનોનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પર લાલ જાજમ પાથરવામાં આવી હતી, જ્યારે મહેમાનોના સ્વાગત માટે ટીએમસીના નેતાઓ પણ હાજર હતા.

  મેગા રેલી માટે મેદાન પર અનેક સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા હતા. સ્ટેજ પર મમતાની સાથે ગુજરાતના યુવાન નેતાઓ જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલ પણ નજર આવ્યા હતા.

  કૉંગ્રેસ, સમાજવાદી પક્ષ, બહુજન સમાજવાદી પક્ષના પ્રતિનિધિઓ આ રેલીમાં જોવા મળ્યા હતા પરંતુ તેમના વડાઓની સૂચક ગેરહાજરી હતી. તેલંગાણાના મુખ્ય મંત્રી કે.ચંદ્રશેખર રાવે આ રેલીમાં જોડાવાનો ઇન્કાર કરી દીધો હતો.
  કેસીઆર એન્ટિ બી.જે.પી. અને એન્ટિ કોંગ્રેસ મોરચો તૈયાર કરી રહ્યાં છે. ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટનાયક પણ ભાજપ અને કોંગ્રેસથી અંતર બનાવી રહ્યાં છે.

  જોકે, મમતા બેનર્જીને પોતાની શક્તિ અને નબળાઈઓની જાણ છે. રાષ્ટ્રીય સ્તરે તેમની ઓળખ સ્થાપવામાં સૌથી મોટો પડકાર ભાષાનો છે. તેમની ઓળખ મજબૂત બંગાળી નેતા તરીકેને છે જેને ભુંસીને મમતા રાષ્ટ્રીય સ્તરે ઉભરવા માંગે છે.

  મમતાની છબી એટલી મજબૂત છે કે એક વખતે તેમણે દાયકાઓથી રાજ કરી રહેલાં ડાબેરી પક્ષોને બંગાળમાંથી ઉખાડી નાખ્યા હતા. નરેન્દ્ર મોદીના વડા પ્રધાન બન્યા બાદ હવે મમતાની મહત્વાકાંક્ષા પણ રાષ્ટ્રીય સ્તરની થઈ ગઈ છે.

  મોદીએ સાબિત કરી આપ્યું છે કે જો આ રમતને યોગ્ય રીતે રમવામાં આવે તો કોઈ પણ રાજ્યના મુખ્ય મંત્રી વડા પ્રધાન પદની ખુરશી સુધી પહોંચી શકે છે.
  નરેન્દ્ર મોદીના સાહસ અને વાઇબ્રન્ટ ગુજરાતના લીધે રાજ્યોના વિકાસમાં મહત્ત્તપૂર્ણ ભૂમિકા ભજવી હતી. મમતા બેનર્જી પણ યૂનાઇટેડ ઇન્ડિયા ઇવેન્ટના માધ્યમથી કંઈક આવું જ કરવા માગે છે. તેમને જોતા લાગે છે કે તેમની મહત્વાકાંક્ષા અને ભવિષ્ય બંને વાઇબ્રન્ટ છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: Loksabha election 2019, Mamta Bannerji, TMC, નરેન્દ્ર મોદી, ભાજપ

  આગામી સમાચાર