પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીનો ગુસ્સો ફરી એક વખત જોવા મળ્યો છે. મંગળવારે સંતૂરીની જનસભાને સંબોધિત કરતા મમતા બેનરજીએ પીએમ મોદીને લોકતંત્રની થપ્પડ મારવાની વાત કહી હતી. મમતા બેનરજી પ્રધાનમંત્રી મોદીના તે નિવેદનથી નારાજ છે, જેમાં પીએમ મોદીએ કહ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં ટ્રિપલ ટી છે - તૃણમુલ, તોલાબાજી અને ટેક્સ. તોલાબાજી શબ્દ પશ્ચિમ બંગાળમાં જબરજસ્તી ઉઘરાણી માટે પ્રયોગ કરવામાં આવે છે.
આ પહેલા પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મમતાએ કટાક્ષ કરતા કહ્યું હતું કે મોદી જી ની ફિગર ઘણી સારી છે, હું ઇચ્છુ છું કે તે વધારે સારી થઈ જાય. હું ઘણી ખુશ થઈશ કે તેમની 56 ઇંચની છાતી 112 ઇંચની થઈ જાય.
#WATCH West Bengal CM Mamata Banerjee in Purulia: Money doesn't matter to me.That is why when Narendra Modi came to Bengal and accused my party of being Tolabaaz (Toll collector), I wanted to give him a tight slap of democracy pic.twitter.com/JnE5xywWJI
ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ તમલુકમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે દીદી એટલી ઉશ્કેરાઇ ગઈ છે કે તેને હવે ભગવાનનું નામ લેવાનું પણ ખટકે છે. જય શ્રીરામ કહેનારની ધરપકડ કરીને જેલમાં મોકલી રહી છે. પશ્ચિમ બંગાળમાં લોકોને પૂજા-પાઠ કરવાથી, પોતાના વ્રત તહેવાર મનાવાથી અને પોતાની સંસ્કૃતિનું પાલન કરવામાં પરેશાની થઈ રહી છે. પીએમે કહ્યું હતું કે ટીએમસીનો ભ્રષ્ટાચાર મોડલ અહીં સ્પષ્ટ જોવા મળે છે. ટીચરની ભરતી માટે યુવા સાથીઓ પાસેથી લાખો રુપિયા લેવામાં આવે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર