મમતા બેનર્જીની મહારેલીમાં થશે વિપક્ષી ગઠબંધનની પરીક્ષા

News18 Gujarati
Updated: January 6, 2019, 9:00 PM IST
મમતા બેનર્જીની મહારેલીમાં થશે વિપક્ષી ગઠબંધનની પરીક્ષા
મમતા બેનર્જીની મહારેલીમાં થશે વિપક્ષી ગઠબંધનની પરીક્ષા

19 જાન્યુઆરીએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનાર ટીએમસીની મહારેલીમાં લગભગ બધા ક્ષેત્રીય દળો સામેલ થાય તેવી સંભાવના

  • Share this:
દેશના ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીના પરાજય પછી હવે વિપક્ષી દળોની નજર 2019ની લોકસભા ચૂંટણી પર ટકેલી છે. તૃણમુલ કોંગ્રેસની અધ્યક્ષ અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી છેલ્લા ઘણા સમયથી એવા તકની રાજ જોઈ રહી છે. જે રાષ્ટ્રીય લેવલ પર લઈ જાય. હવે 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભગવા બ્રિગેડ સામે લડાઈ માટે મહત્વપૂર્ણ ભૂમિકામાં આવવા પૂરતા પ્રયત્નો કરી રહી છે.

કદાચ મમતા બેનર્જીની મહત્વકાંક્ષા અહીં સુધી સિમિત નથી. તે યૂપીએ અને એનડીએ કરતા અલગ ત્રીજો મોરચો એટલે કે ફેડરલ ફ્રંટ બનાવવાનો પ્રયત્ન પણ કરી રહી છે. આ કારણે 19 જાન્યુઆરીએ કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાનાર ટીએમસીની મહારેલીમાં લગભગ બધા ક્ષેત્રીય દળો સામેલ થાય તેવી સંભાવના છે.

ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ (એનસી)ના અધ્યક્ષ ફારુક અબ્દુલા, ડીએમકે અધ્યક્ષ એમકે સ્ટાલિન, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, એનસીપીના સુપ્રીમો શરદ પવાર અને શત્રુધ્ન સિંહા સહિત ઘણા મોટો નેતા આ રેલીમાં સામેલ થશે.

આ પણ વાંચો - CBI રેડ પર અખિલેશ યાદવે કહ્યું - બીજેપીએ પોતાનો રંગ બતાવી દીધો

હાલ પશ્ચિમ બંગાળની 42 લોકસભા સીટમાં ટીએેમસીના પાસે 34 સીટો છે. જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જી 42 સીટો પર જીત મેળવવાના પ્રયત્નમાં છે. બીજી તરફ બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 23 સીટો પર જીતનો લક્ષ્યાંક રાખ્યો છે.

ન્યૂઝ 18 વિશે વાત કરતા સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કિરણમય નંદાએ કહ્યું હતું કે મને અન્ય નેતાઓ વિશે ખબર નથી પણ અખિલેશ યાદવ જરુર આ કાર્યક્રમમાં સામેલ થશે. સપાએ મમતા બેનર્જીની સાર્વજનિક સભાનો ભાગ કેમ થવું જોઈએ? આ સવાલ પર તેમણે કહ્યું હતું કે બીજેપી સામે શરુ થયેલી લડાઈમાં મમતા બેનર્જી બીજાની અપેક્ષાએ મજબૂત બનીને ઉભરી છે.બીજી તરફ બીએસપીના પ્રવક્તા સુધીન્દ્ર ભદોરિયાએ ન્યૂઝ 18ને ફોન પર કહ્યું હતું કે માયાવતીએ હજુ સુધી મમતા બેનર્જીના કાર્યક્રમમાં ભાગ લેવા પર કોઈ નિર્ણય કર્યો નથી.
First published: January 6, 2019, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading