પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ મંગળવારે 19મી સદીના સમાજ સુધારક ઇશ્વર ચંદ્ર વિદ્યાસાગરની નવી મૂર્તિનું અનાવરણ કર્યું હતું. મૂર્તિની સ્થાપના એ જ કોલેજમાં કરવામાં આવી હતી, જ્યાં ગત મહિને બીજેપી અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન બબાલ થઈ હતી અને પ્રતિમા તૂટી હતી. ઉલ્લેખનીય છે કે વિદ્યાસાગરની પ્રતિમા તોડ્યા પછી બીજેપી અને ટીએમસી વચ્ચે આરોપ-પ્રત્યારોપ લાગ્યા હતા. આ દરમિયાન મમતા બેનરજી અને અમિત શાહે એકબીજાની પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર પ્રતિમા તોડવાનો આરોપ લગાવ્યો હતો.
મમતા બેનરજીએ કોલેજના પ્રાંગણમાં વિદ્યાસાગરની 8.5 ફૂટ લાંબી સફેદ ફાયબર ગ્લાસની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. પ્રતિમાનું અનાવરણ કર્યા પછી પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં ચૂંટણી પછી થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા છે, જેમાંથી આઠ તેની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસના હતા અન્ય બે બીજેપી સમર્થક હતા.
મમતા બેનરજીએ કહ્યું હતું કે દરેક મોત દૂર્ભાગ્યપૂર્ણ છે. હું મુખ્ય સચિવને બધા 10 મૃતકોના પરિવારોને આપદા પ્રબંધન નિધિથી સહાયતા આપવા માટે કહીશ. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બધા મામલાની તપાસ કરવામાં આવશે. મમતા બેનરજીએ દાવો કર્યો છે કે બીજેપી બંગાળને ગુજરાત બનાવવાની યોજના બનાવી રહ્યું છે. હું જેલ જવા માટે તૈયાર છું પણ આમ થવા દઈશ નહીં.
કવિ, લેખક અને વરિષ્ઠ મંત્રી રહ્યા હાજર
મમતા બેનરજીએ સ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમમાં નવી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને પછી ખુલી જીપમાં વિદ્યાસાગર કોલેજ ગયા હતા. જ્યાં મૂર્તિને તે સ્થાન ઉપર જ સ્થાપિત કરવામાં આવી હતી જ્યાં જૂની મૂર્તિ લાગેલી હતી. કાર્યક્રમમાં પ્રખ્યાત કવિ, લેખક અને વરિષ્ઠ મંત્રી પણ હાજર રહ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર