પશ્ચિમ બંગાળમાં ‘જય શ્રી રામ’ના નારાને લઈને ચાલી રહેલો વિવાદ અટકવાનું નામ લેતો નથી. મુખ્યમંત્રી મમતા બેનરજીએ રવિવારે ટ્વિટ કર્યું હતું કે બીજેપી ‘જય શ્રી રામ’નો ઉપયોગ પાર્ટી સ્લોગન તરીકે કરી રહી છે. મમતાએ આરોપ લગાવ્યો છે કે બીજેપી ધાર્મિક નારાનો રાજનીતિક ઉપયોગ કરી રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે મમતા બેનરજીએ કહ્યું હતું કે દરેક પાર્ટીનું પોતાનું સ્લોગન હોય છે, જેનું તે સન્માન કરે છે પણ બીજેપી ‘જય શ્રી રામ’નો ખોટો ઉપયોગ કરી રહી છે. બીજેપી જય શ્રી રામને પોતાની પાર્ટીનું સ્લોગન બનાવવામાં લાગેલી છે.
આ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ભવનમાં સતત બીજી વખત પ્રધાનમંત્રી પદની શપથ લઈ રહ્યા હતા. તે દરમિયાન મમતા બેનરજી ધરણા આપવા જઈ રહ્યા હતા. ત્યારે તેમની સામે કેટલાક લોકોએ જય શ્રી રામના નારા લગાવવાના શરુ કરી દીધા હતા. જેના કારણે મમતા બેનરજી ભડક્યા હતા.
પશ્ચિમ બંગાળમાં સત્તાધારી તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) અને બીજેપી વચ્ચે રાજનીતિક ખેંચતાણ યથાવત્ છે. લોકસભા ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરનાર બીજેપીએ હવે મમતા બેનરજીને જય શ્રી રામ લખેલા 10 લાખ પોસ્ટ કાર્ડ મોકલવાનો નિર્ણય કર્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર