‘વન નેશન, વન ઇલેક્શન’મુદ્દા ઉપર મમતાનો ચર્ચાથી ઇન્કાર, કહ્યું- વધારે સમય જોઈએ

News18 Gujarati
Updated: June 18, 2019, 6:29 PM IST
‘વન નેશન, વન ઇલેક્શન’મુદ્દા ઉપર મમતાનો ચર્ચાથી ઇન્કાર, કહ્યું- વધારે સમય જોઈએ
મમતા બેનર્જીની ફાઇલ તસવીર

મમતા બેનરજીએ પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ બધા પાર્ટી અધ્યક્ષોની બેઠકના નિમંત્રણનો અસ્વિકાર કર્યો

  • Share this:
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજીએ પ્રધાનમંત્રી દ્વારા બોલાવવામાં આવેલ બધા પાર્ટી અધ્યક્ષોની બેઠકના નિમંત્રણનો અસ્વિકાર કર્યો છે. આ બેઠક બુધવારે માટે નિર્ધારિત છે. મમતા બેનરજીએ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીને એક પત્ર લખીને બેઠકમાં ભાગ લેવાથી ઇન્કાર કરી દીધો છે. પત્રમાં તેમણે લખ્યું છે કે વન નેશન, વન ઇલેક્શનના મુદ્દા ઉપર ઘણી લાંબી ચર્ચા કરવી જોઈએ.

મમતા બેનરજીએ સલાહ આપતા કહ્યું હતું કે આ વિષય ઉપર સંક્ષિપ્ત નોટિસ ઉપર વ્યક્તિગત રુપથી બોલાવવાના બદલે બધી રાજનીતિક પાર્ટીઓને શ્વેતપત્ર આપીને પોતાના વિચાર પ્રગટ કરવા માટે પુરતો સમય આપવો જોઈએ. જોકે તેમણે એ પૃષ્ટી કરી છે કે તેમની પાર્ટી સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ અને મહાત્મા ગાંધીની 150મી જયંતી સમારોહમાં ભાગ લેશે.



આ પણ વાંચો - આ બિઝનેસમેન સાથે લગ્ન કરી રહી છે TMCની સુંદર સાંસદ નુસરત જહાં

ઉલ્લેખનીય છે કે તૃણમુલ કોંગ્રેસે આવું પગલું ભર્યું હોય તેવી પ્રથમ ઘટના નથી. આ પહેલા 15મી જૂને પીએમ મોદી દ્વારા બોલાવેલી નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કર્યો હતો. પીએમ મોદીને આપેલા જવાબમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે એ તથ્યોને જોતા કે નીતિ આયોગ પાસે વિત્તીય શક્તિઓ નથી અને તે રાજ્યોની યોજનાનું સમર્થન કરી શકતું નથી. મારા માટે આવી કોઈ પણ બેઠકમાં સામેલ થવું નકામું છે, જેમની પાસે વિત્તીય શક્તિઓ નથી.

આ પહેલા મમતા બેનરજીએ પ્રધાનમંત્રી અને કેબિનેટ મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પણ ભાગ લેવાની ના પાડી હતી.
First published: June 18, 2019, 6:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading